સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબાટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં રાણા દગ્ગુબાટીએ કંઈક એવું કર્યું, જેથી તેમના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.
12 જાન્યુઆરીના રોજ ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થઈ હતી. દર્શકો તરફથી આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બધા શો હાઉસફુલ છે. સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબાટીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં રાણા દગ્ગુબાટીએ કંઈક એવું કર્યું, જેથી તેમના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
The reason why I love Telugu film industry. Most of them are so connected with Hindu culture…
Just see how @RanaDaggubati removed his shoes before posing in front of the Bajrang Bali's poster… Such small things do matter… pic.twitter.com/MrpPSEc7nt
— Mr Sinha (@MrSinha_) January 14, 2024
- Advertisement -
રાણા દગ્ગુબાટીએ ચપ્પલ ઉતાર્યા
રાણા દગ્ગુબાટી ફિલ્મ ‘હનુમાન’ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ગયા હતા. સ્ટેજ પર ભગવાન હનુમાનના પોસ્ટર લાગ્યા હતા અને એક ગદા પણ હતી. ભગવાન હનુમાનનું પોસ્ટર જોઈને રાણા દગ્ગુબાટીએ ચપ્પલ કાઢીને સ્ટેજ પર ગયા હતા અને ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. રાણા દગ્ગુબાટીએ તેમની આ અદાથી દર્શકોનું દિલ જીતી લીધુ છે.
રાણા દગ્ગુબાટીની ચોતરફ પ્રશંસા
એક્ટર્સ તેમની આ પ્રકારની નાની નાની હરકતોથી ફેન્સને ખુશ કરે છે. રાણા દગ્ગુબાટીનો આ વિડીયો જોઈને તેમની ચોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ કારણોસર મને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પસંદ છે’, ‘સાઉથ એક્ટર્સ તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે’, ‘રાણા ચપ્પલ ઉતારીને બજરંગબલીના પોસ્ટર પાસે જઈ રહ્યા છે.’ યૂઝર્સ આ પોસ્ટ પર ‘જય શ્રીરામ’ લખીને કમેન્ટ કરી રહ્યા છે.