ઘી વાલા શાળા દ્વારા તેને ભારતનું પ્રતિનિધિત્વ કરી વિજય મેળવવા શુભકામનાઓ સાથે તિરંગો પણ અપાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
વેરાવળના માછીમારનો દીકરો જાપાન ખાતે યોજાનાર કરાટે ચેમ્પિયનશિપમાં આગામી તા.17 ના રોજ ભાગ લેશે.જેને લઈને તેની શાળા ઘી વાલા સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અને આચાર્ય દ્વારા તેને ભારતનો તિરંગો આપી ભારતનો વિજય થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વેરાવળના માછીમારનો દીકરો અને ઘી વાલા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો ધાર્મિક સંદીપભાઈ કુહાડાએ વેરાવળ શહેર માછીમાર સમાજનું ગૌરવ વધાર્યું છે.જાપાન ખાતે 40 દેશો વચ્ચે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં તે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.તેને બિરદાવવામાં માટે શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સંસ્થાના ચેરમેને જયકરભાઈ ચોટાઈ, ડિરેક્ટર પૂર્ણેશ જૈન સહિત શાળાના આચાર્ય અને સ્ટાફે તેઓ ભારત દેશ તેમજ વેરાવળ પંથકની સાથે સાથે પોતાના પરિવાર,શાળા અને સમાજનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ સાથે રાષ્ટ્રીય ધ્વજ અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે શાળા પરિવાર તરફથી તેને રૂૂ.11 હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ધાર્મિકે અત્યાર સુધી 3 ગોલ્ડ મેડલ અને બ્લેક બેલ્ટ પણ મેળવ્યું
ધાર્મિકે પ્રથમ વખત જિલ્લા લેવલ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો.ત્યાર બાદ ભાવનગર, અમદાવાદ, દિવ અને વિશાખાપટ્ટનમ પછી વડોદરા ખાતે કરાટે ચેમ્પિયનશિપમાં ઝળક્યો.તેણે અત્યાર સુધી ત્રણ ગોલ્ડ મેડલ મેળવેલ છે.આગમી દિવસોમાં 40 દેશોની સ્પર્ધા જાપાન કરાટે ચેપિયનશિપ યોજાશે તેમાં પણ ભાગ લેશે.ગુજરાતના કુલ 16 લોકો છે તેમાં ધાર્મિક પણ જોડાશે.બ્લેક બેલ્ટ ફાય દાન પ્રવિણ ચૌહાણના માર્ગદર્શન હેઠળ 2024 માં તેને બ્લેક બેલ્ટ પણ મળેલ છે.