100 કરતાં વધારે કારનાં કાફલા સાથે જાન સાવરકુંડલા આવી
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના આંકોલડા ગામે ત્રણ દિવસ પહેલાં આકાશમાં ઘરઘરાટી બોલાવતું હેલિકોપ્ટર આવ્યું અને તેમાં વરરાજા જાન લઈ આવી પહોંચ્યા ત્યારે બધાની આંખો વિસ્મય સાથે પહોળી થઈ ગઈ હતી. સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતાં પશુપાલકના લગ્ન પ્રસંગમાં જાન હેલિકોપ્ટરમાં આંકોલડા ગામે આવી હતી. ખોબા જેવડું ગામ આખું ગામ હેલિકોપ્ટરમાં આવી રહેલાં વરરાજાને નિહાળવા માટે હેલિપેડ ખાતે ઉમટી પડેલા હતા. જયારે આ વરરાજાની જાનમાં અન્ય લોકો પણ શાહી અંદાજમાં નાળ ગામેથી આંકોલડા ગામે 100 જેટલી બ્લેક કલરની ફોરવ્હીલ કારમાં આવી પહોંચતાં જાનનો ઠાઠમાઠ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.
- Advertisement -
આ નાના એવા ખોબા જેવડા ગામમાં આ રીતે જાન આવતાં આ અનોખી જાન આકર્ષણનુંકેન્દ્ર બની હતી. જયારે વરરાજાની આંકોલડાની બજારમાં ફુલેકું નીકળ્યું ત્યારે તેમાં પણ હાથી, ઉંટ અને ઘોડેસવારો સાથે વરરાજા ઘોડા પર બિરાજીને વાજતે ગાજતે ફટાકડાની આતિશબાજી અને વરરાજાના પિતાની આજુબાજુમાં સ્ટેન્ગનધારી સિકયુરિટી સાથે હાથમાં પૈસાની રેલમછેલ કરતા ઢોલી પર રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. હાઈફાઈ સિક્યુરિટી સાથે હિતેષ કસોટીયાની જાન નાના એવા આંકોલડા ગામે જાણે કોઈ ધનવાન વ્યક્નિા લગ્ન હોય તેવા માહોલ વચ્ચે પશુપાલક પોતાના એકના એક દીકરાના લગ્ન કર્યા હતા. ત્રણ દીકરીઓ અને એક દીકરાના લગ્ન શાહી અંદાજમાં પશુપાલક તરીકે મનમાં વિચારીને હેલિકોપ્ટર, હાથી, ઘોડા, ઊંટ સાથે જાન આખા ગામનું આકર્ષણનું કેન્દ્ર બની અને માલધારી સમાજમાં કયાંય ન થયા હોય તેવા શાહી લગ્નોત્સવની ઉજવણી કરીને નાળગામના પશુપાલકે નવી કેડી કંડારીહતી.