કોની પાસેથી લાવ્યો તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ શહેરમાં ડ્રગ્સન દૂષણ ડામવા પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે શહેર એસઓજીની ટીમને વધુ એક સફળતા મળી છે નવી કોર્ટ પાસેથી બજરંગવાડીના શખસને 19 ગ્રામ એમડી ડ્રગ સાથે દબોચી લઈ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં ay no to drugs અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ ભરત બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડ્રગ્સની બદી દૂર કરવાન એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ.બી.માજીરાણા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ફીરોજ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે અગાઉ એનડીપીએસના કેસમાં પકડાયેલ જલાલ કાદરી નામનો શખ્સ એક્ટીવા નં જીજે.03.એનસી.9648 લઇ જામનગર રોડ ઉપર નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી નિકળવાનો છે અને તેની પાસે માદક પદાર્થનો જથ્થો છે તેવી ચોકકસ બાતમી મળતાં નવી કોર્ટ બિલ્ડીંગની સામેના ભાગે કાચા રસ્તા ઉપર પીઆઈ એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી વોચ પસાર થતી એક્ટિવાને અટકાવી ચાલકનું નામઠામ પૂછતાં બજરંગવાડીમાં રહેતો જલાલમિયાં તાલપમિયા કાદરી ઉ.51 હોવાનું જણાવ્યું હતું બાદમાં એસઓજીના સ્ટાફે આરોપીની જડતી લેતા તેણે પહેરેલ ટ્રેકના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેનો વજન કરતાં 19.52 ગ્રામ રૂ.1.95 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી એમડી ડ્રગ્સ બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં સપ્લાય કરવા જવાનો હતો તે અંગે વિશેષ પૂછતાછ એસઓજીની ટીમે હાથ ધરી હતી.