ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારના એક પછી એક બંને નો પ્રખ્યાત મંદિરોમાં ચોરી કરનાર એક ના તસ્કરને કોડીનાર પોલીસે ખુબજ ટૂંકા ગાળામાં મંદિરોમાં ચોરી કરનાર તસ્કરને ઝડપી લેવામાં કોડીનાર પોલીસને સફળતા મળી છે થોડા દિવસો માં કોડીનાર ના બે પ્રખ્યાત મંદિરોમાં રાત્રી દરમ્યાન ને તસ્કરોએ તરખાટ મચાવ્યોમાં હતો.આંખે આખી દાન પેટી જ ઉઠાવી જઈ તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું જણાઈ રહ્યું હતું.
કોડીનાર પોલીસે બાતમીના આધારે ગણતરીની કલાકોમાં જ મંદિરોમાં ચોરી કરતા તસ્કરો પૈકી એકને ઉઠાવી લીધો છે.સાથે આ તસ્કર પાસેથી મંદિરોની દાન પેટીમાં દર્શનાર્થીઓ દ્વારા ધરવામાં આવતી રોકડ રકમ જેમાં બે હજારની નોટ,પાંચસોની નોટ સહિતની નોટો અને પરચુરણ કે જેમાં કંકુના ચાંદલા પણ જોવા મળે છે.આ ચોરે કુલ બે મંદિરોમાં ચોરી કરી હતી.મંદિરના સીસી ટીવી સ્ટેજ ના આધારે પોલીસે તપાસ જારી રાખતા કોડીનારના રગતિયા દાદા અને ખોડિયાર મંદિરના સીસીટીવી માં જે શખ્સ જે શર્ટ પહેરી ચોરી કરતો હોવાનું દર્શાઈ રહ્યું હતું તે જ શખ્સ તે જ શર્ટ પહેરી કોડીનાર પાણીઝાપા વિસ્તારમાં ફરતો હોવાનું જાણમાં આવતા તેની અટકાયત કરીને ચોરીની રકમ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.કોડીનાર પી.આઇ એ.એમ.મકવાણા એ ચોર ની વિગત આપતા જણાવ્યું હતું કે મૂળ ગીર ગઢડા ના ધોકડવા ગામ નો વતની અને હાલ કોડીનારના 512 સરકારી ક્વાટર પાસે ઝૂંપડું બાંધીને રહેતો પ્રવીણ વાલ્મિકી કે જેની હિલચાલ ઉપર પોલીસ ને શંકા જતાં શંકા ના આધારે ચોરી અંગેના ભેદનું પૂછતા લાંબી પૂછપરછ બાદ આરોપીએ ગુનો કબૂલ્યો હોય અને પોતે જ બંને મંદિરોના દાન પેટી ની ચોરી કરી તેમ જણાવી દાન પેટી માંથી મળેલી રકમ હતી તે પણ પુરે પૂરી પોલીસને જમા કરાવતા કોડીનાર પોલીસે અટક કરી ગુનો નોંધી આ ગુનામાં આરોપી સાથે અન્ય કોણ કોણ છે તેમજ આરોપી હજુ વિશેષ કયા કયા ગુના સાથે સંકળાયેલો છે તે માટે પોલીસ રિમાન્ડ માગી વધુ આગળની તપાસ હાથ ધરશે.
કોડિનારના બે મંદિરોમાંથી દાનપેટીની ચોરી કરનાર તસ્કર આખરે ઝડપાયો
