દર વર્ષે શિયાળાની સીઝનમાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિએ આવે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું દુનિયાનું એક માત્ર રણ છે જેમાં દર વર્ષે અહીંના અગરિયા મારફતે રણ પર મીઠાની સફેદ ચાદર ચડાવાય છે. અહી દુનિયામાં વપરાશ થતું મીઠું મોટાભાગે આ રણમાં ઉત્પાદન થાય છે. રણમાં માત્ર મીઠાની ખેતી જ નહિ પવન અનેક એવા જીવ જતું અને પશુઓ વસવાટ કરે છે જે દુનિયાના અન્ય કોઈ સ્થળે નજરે નથી પડ્યા જેમાં ખાસ કરીને ઘુડખર નામક પશુની વસ્તી અહીંની આબોહવામાં ખૂબ જ સારી રીતે વધી રહ્યા છે. આ સાથે દર વર્ષે શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાં જ અહી દેશ વિદેશમાંથી પણ પક્ષીઓનો જમાવડાનું આગમન થાય છે. જત જાતના રંગબેરંગી પક્ષી દર વર્ષે અહી મહેમાનગતિએ આવે છે જેને નિહાળવા કેટલાક વિદેશી નાગરિકો પણ અહી આકર્ષાય છે. ખાસ કરીને દર વર્ષે શિયાળાની ઠંડી શરૂ થાય ત્યારે આ વિદેશી પક્ષીઓ વર્ષમાં એકાદ મહિનો અહી મહેમાન ગતિ કરે છે. રણમાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી વિદેશી પક્ષીઓને વાતાવરણ અનુકુળ રહે છે. દુનિયાનું પરિભ્રમણ કરતા આ વિદેશી પક્ષીઓ ઠંડીની સીઝન પૂર્ણ થાય તે પૂર્વે જ આવતા વર્ષે ફરીથી રણમાં આગમન માટે પોતાની ઉડાન ભરે છે જ્યારે આ પક્ષીઓને નિહાળવા માટે આવતા પર્યટકોની પણ સારી એવી આવક અભ્યારણ્ય વિસ્તારને થાય છે જે આવકમાંથી અભ્યારણ્યમાં વિકસતા ઘૂળખરના વસ્તી વધારાના ખર્ચ માટે કરવામાં આવે છે.