એકવાર મેઘો મન મૂકીને વરસે તો ઉનાળામાં પાણીની સમસ્યા ઘણે અંશે હલ થઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં નવરાત્રીના સાતમાં નોરતાએ વળી પાછો વાતાવરણમાં પલટો આવતા ઝરમરિયા વરસાદના આગમને ખેલૈયાઓનો મુડ બગાડ્યો… હજુ ગઈકાલ સુધી ગરમીનો પારો ઉંચકી રહ્યો હતો એવામાં આજરોજ વાતાવરણમાં પલટો આવતા ઝરમરિયા મેહુલિયાએ ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું.
- Advertisement -
જો કે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. પરંતુ અચાનક પલટતાં વાતાવરણને કારણે ખાસકરીને નવલાં નવરાત્રિના નોરતાંમાં ખેલૈયાનો ગરબે રમવાના પ્લાનને થોડો અવ્યવસ્થિત કરી નાખ્યો હોય તેવું લાગે છે. સંપૂર્ણ શાંત વાતાવરણ વચ્ચે આ ઝરમરિયા વરસાદને કોઈ કવિ, લેખક કે લોકસાહિત્યકારની દ્રષ્ટિએ પેલું આભમાં ઝીણી ઝબૂકે વિજળી કે ઝીણા ઝરમર વરસે મેહ ગુલાબી કેમ કરી જાવું ચાકરી રે.. જેવા શબ્દોસભર કવિતાની રચના પણ આવાં વાતાવરણ વચ્ચે જ બીજાંકુરિત થતી હશે’ને??



