વશ્ર્વમાં 5 એવા દેશો છે જેમની પાસે કોઈ એરપોર્ટ જ નથી – હા, તમે તે સાચું સાંભળ્યું છે! વિશ્વમાં કેટલાક દેશો છે જેની પાસે હજુ પણ કોઈ એરપોર્ટ નથી! આ રાષ્ટ્રો અને રોડ અને રેલ અથવા સમુદ્રી પરિવહનનો ઉપયોગ કરે છે. હવાઈ પરિવહન માટે આ દેશો સંપૂર્ણપણે પડોશી દેશો પર આધાર રાખે છે.
1. એન્ડોરા
ફ્રાન્સ અને સ્પેન વચ્ચેના પિરેનીસમાં આવેલા તેના પર્વતીય ભૂપ્રદેશ અને નાના કદને કારણે એન્ડોરા પાસે કોઈ એરપોર્ટ નથી. પ્રવાસીઓ સ્પેન અથવા ફ્રાન્સના નજીકના વિમાનમથકો દ્વારા એન્ડોરા સુધી પહોંચે છે, ત્યારબાદ એક મનોહર માર્ગ પ્રવાસનો પ્રારંભ થાય છે. એરપોર્ટનો અભાવ હોવા છતાં, તે સ્કીઇંગ, હાઇકિંગ અને ડ્યુટી ફ્રી શોપિંગ માટે પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
- Advertisement -
2. લિક્ટેનસ્ટેઇન
લિક્ટેનસ્ટેઇન સ્વિટ્ઝર્લન્ડ અને ઑસ્ટ્રિયા વચ્ચેનો એક નાનો લેન્ડલોક દેશ છે જેનો પોતાનો કોઈ એરપોર્ટ નથી. અહીથી સહુથી નજીકનું ઝ્યુરિચ એરપોર્ટ અહીથી 120 કિલોમીટરના અંતરે છે. અહીંના સુંદર આલ્પાઇન દૃશ્યો માણવા પ્રવાસીઓ ટ્રેન અથવા કારનો ઉપયોગ કરે છે. તેના સુવિકસિત માર્ગ અને રેલ જોડાણો તેને આકર્ષક પર્યટન ક્ષેત્ર બનાવે છે.
3. મોનાકો
કોઈ જ એરપોર્ટ વીનાનું આ એક ફ્રેન્ચ રિવેરા પરનું એક નાનું એવું શહેર-રાજ્ય છે. પ્રવાસીઓ અહી પહોંચવા સુંદર કોટ ડી’આઝુર એરપોર્ટ પર પહોંચીને પછી મોનાકોમાં ટૂંકી માર્ગ મુસાફરી અથવા હેલિકોપ્ટર સવારી લે છે. તે તેની લક્ઝરી જીવનશૈલી, કેસિનો અને એન્યુઅલ ફોમ્ર્યુલા વન ગ્રાન્ડ પ્રિકસ માટે પ્રખ્યાત છે, જે તેના પોતાના મર્યાદિત કદ છતાં લોકપ્રિય બનાવે છે.
4. સાન મેરિનો
ઇટાલીથી ઘેરાયેલા સાન મેરિનો એ એરપોર્ટ વિના વિશ્વના સૌથી પ્રાચીન પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. અહીથી સહુથી નજીકનું એરપોર્ટ ઇટાલીના રિમિનીમાં આવેલું છે. પ્રવાસીઓ તેના મધ્યયુગીન આર્કિટેક્ચર, હિલટોપ દૃશ્યો અને મોહક ઐતિહાસિક કેન્દ્રનો આનંદ માણવા માટે કાર અથવા બસ દ્વારા મુસાફરી કરે છે, જે એક મોટું આકર્ષણ રહે છે.
- Advertisement -
5 વેટિકન સિટી 5/5
વિશ્વનું સૌથી નાનું સ્વતંત્ર રાજ્ય વેટિકન સિટી પાસે તેના નાના કદને કારણે કોઈ એરપોર્ટ નથી. મુલાકાતીઓ સામાન્ય રીતે રોમના એરપોર્ટ્સ દ્વારા આવે છે અને પગપાળા અથવા રોડ માર્ગે વેટિકનમાં પ્રવેશ કરે છે. તે ખુબ જ નાનું ક્ષેત્ર હોવા છતાં વર્ષે દાહડે તે લાખો પ્રવાસીઓ અને યાત્રાળુઓને પોતાના તરફ ખેંચે છે. પ્રવાસીઓ અહી સેન્ટ પીટરની બેસિલિકા અને સિસ્ટાઇન ચેપલ જેવા સીમાચિહ્ન રૂપ સ્થળોની મુલાકાત લે છે.
1831ની એ ભયાનક સ્મૃતિઓ
પૃથ્વી પરના દરેક જીવંત અસ્તિત્વને જોડતા રહસ્યોના પૂર્વજનું નામ છે લુકા:
સાડા ત્રણથી ચાર અબજ વર્ષ પહેલા આ પૃથ્વી પર પ્રાણીઓ વનસ્પતિઓ કે કોઈ જટિલ કોષીય રચના ન્હોતી ત્યારે પૃથ્વીના પ્રાચીન મહાસાગરોમાં લ્યુકા તરીકે ઓળખાતું એક સરળ ઓર્ગેનિઝમ હતું. વૈજ્ઞાનિકો તેને સંપૂર્ણ જૈવ સૃષ્ટિનો સર્વસામાન્ય પૂર્વજ ગણાવે છે. આ તે મૂળ છે જેમાંથી છેક બેક્ટેરિયાથી લઈને આજ દી સુધીના મનુષ્યનું જીવન ઉતરી આવ્યું છે. બેક્ટેરિયા, નાના મોટા પ્રાણી અને આપણે સહુ માનવો તેના જ સંતાન છીએ. લુકા એ સહુ પ્રથમ જીવન સ્વરૂપ તો નહોતું, પરંતુ હાલના જીવનનો તે એકમાત્ર એવો પ્રારંભિક સ્ત્રોત છે જેના વંશજો બચી જવા પામ્યા છે. તે કોઈ જ ઓક્સિજન અને ભૂસ્તરિય પ્રવૃત્તિ વીના સમુદ્રમાં રહેતું એક કોષીય સૂક્ષ્મ જીવ હતો. તેઓનો રહેણાંક હાઇડ્રોથર્મલ વેન્ટ્સની નજીક આવેલા ખનિજના ગરમ પાણીમાંથી ઉઠતા પરપોટા કને રહેતો. બીલકુલ સૂર્ય પ્રકાશ વીના પણ તે ટકી રહ્યા હતા. આજે આપણા સજીવો દ્વારા વહેંચાયેલા જનીનોનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ લુકાના લક્ષણોનો અંદાજ લગાવી શકે છે કે તેમાં આદિમ આનુવંશિક કોડ આર.એન.એ છે. લુકા પાસે જે જૈવિક વ્યવસ્થા હતી તેમાં તે પોતાના છગઅ અને એંઝાઈમ્સ થકી હાઈડ્રોજન અને કાર્બન ડાયોક્સાઈડ પાસેથી ઊર્જા મેળવી લેતા. જોકે લુકા અબજો વર્ષો પહેલા જીવી ગયા, તેના ઘણા મુખ્ય જનીનો હજી પણ આપણા કોષોની અંદર સક્રિય છે.
અઢીસો વર્ષ જીવાડશે જાપાનિઝ ઔષધ: હિમયુગી સભ્યતાની શોધ: 2015માં મિશિગનના ચેલ્સિયા નજીકના વિસ્તારનો એક ખેડૂત પોતાના ખેતરમાં ખોદકામ કરી રહ્યો હતો તે વખતે તેને જમીનમાંથી એક બેનમૂન વસ્તુ મળી આવી; એક પ્રચંડ અવશેષો, જે હીમયુગના ગાળાની ઉત્તર અમેરિકામાં આદીમાનવના વસવાટની એક દુર્લભ બારી પ્રદાન કરે છે. આ શોધમાં ખોપરીના ભાગો, ટસ્ક, પાંસળી અને પુરુષ મેમોથના વર્ટેબ્રેનો સમાવેશ થાય છે. જે અંદાજે 11,700 થી 15,000 વર્ષ પ્રાચીન હોવાનું પ્રતીત થાય છે. આ શોધને જે વિશેષ રસપ્રદ બનાવે છે. તે પ્રાચીન યુગમાં માનવ જીવનના પુરાવા છે. હાડકાં અને નજીકના મોટા પત્થરો પરના કાપા સૂચવે છે કે પ્રાગૈતિહાસિક લોકો માત્ર કુશળ શિકારી જ નહીં
માનવીને અઢીસો વર્ષ જીવાડશે જાપાનીઝ ઔષધ
ચિકનગુનિયાના; એક દુ:સ્વપ્ન ગાયોનો વિશેષ ખ્યાલ રાખે છે નેધરલેન્ડ
બલ્કે માંસનું વજન કરવાની રીતરસમ કરતા હતા.તે માટે ત્યારે પત્થરોનો ઉપયોગ થતો હતો. તેમની પાસે ખાદ્ય પદાર્થોની જાળવણી માટે પણ વ્યવસ્થા હતી.
આ શોધ એ માન્યતાને વધુ મજબૂત કરે છે કે, ઘણા સમય પહેલા ગ્રેટ લેક્સ ક્ષેત્રમાં આદીમાનવો રહેતા હતા. તે વિષમ વાતાવરણમાં તેઓ અનુકૂલન સાધી શક્યા હતા. મોટા પ્રાણીઓનો શિકાર કરી શકતા હતા અને ખોરાક બનાવવા માટે પદ્ધતિ પણ વિકસાવી હતી. મિશિગન મેમોથ માત્ર એક અવશેષ નથી – તે તે સમયની આબેહૂબ સ્મૃતિ છે જ્યારે વિશાળ જીવો મનુષ્ય સાથે પૃથ્વી પર સહજીવન જીવતા હતા.
ચીનનો પર્યાવરણ પ્રેમ
ચિરંજીવી વિકાસ યાને કી સસ્ટેઇનેબલ ગ્રોથના આદર્શોને મૂર્તિમંત કરતા ચાઇનાએ અત્યારે એવા સુપર હાઈવેઝનું નિર્માણ કર્યું છે જેમાં દેશના વાડી ખેતરો નદી નાળા સરોવરને કોઈ જફા ના પહોંચે. હુબેઇ પ્રાંતમાં વુહાન-યાંગક્સિન હાઇવે ઇજનેરી કૌશલ્યાના શ્રેષ્ઠ ઉપહાર જેવા છે. આ રીતે અત્યારે ચોખાના ખેતરો અને જળચર ઉછેર સરોવરો પરથી ઊંચાઈએ પસાર થતો 126 કિ.મી. લાંબો માર્ગ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. તેની બુદ્ધિગમ્ય ડિઝાઇન ન તો કેવળ કલાકના મહત્તમ 100 કિમી/ની ગતિ માટે સહુલીયત આપે છે બલ્કે તે કૃષિ ઉત્પાદનનું રક્ષણ કરે છે અને સ્થાનિક લોકજીવનમાં કોઈ જ વિક્ષેપ ઊભો કર્યા વીના અર્થતંત્ર ધબકતું રાખે છે. ગગનમાંથી આ હાઇવે જળદર્પણની સુંદર ટાઇલ્સ પર તરતો હોય તેવો દેખાય છે. આ એક આકર્ષક દૃશ્ય સર્જે છે. ફક્ત એક સામાન્ય માર્ગ કરતાં વધુ, આ હાઇવે પર્યાવરણીય એકીકરણ સાથે સંતુલિત વિકાસનું બેનમૂન ઉદાહરણ છે. તેના બાંધકામથી વુહાન અને યાંગક્સિન વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે, ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડ્યા વિના સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે. કૃષિ પરંપરાઓ માટે આદર સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકરૂપ કરીને, તે એક સામાન્ય પ્રવાસને અદભૂત દ્રશ્ય અનુભવમાં પરિવર્તિત કરે છે અને આધુનિકતા પ્રકૃતિ સાથે કેવી રીતે એક સાથે રહી શકે છે તે દર્શાવે છે.
આઠ ગંભીર બીમારીઓ અને એક સામાન્ય આણ્વિક હિલચાલ
કોષ અંગેના છેલ્લા સંશોધનો એવો નિર્દેશ આપે છે કે જુદી જુદી આઠ ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં એક આણ્વિક પ્રવૃત્તિ સર્વસામાન્ય જણાઈ છે. આ સર્વે સ્થિતિમાં આણ્વિક ગતિનો એક સામાન્ય માર્ગ સ્પષ્ટ થાય છે. ગંભીર એવી આ આઠ સ્વાસ્થ્ય સ્થિતિમાં ઓટિઝમ, અઉઇંઉ, સ્કિઝોફ્રેનિઆ, બાયપોલર ડિસઓર્ડર, ડિપ્રેસન, ઘઈઉ, ટૌરેટનું સિન્ડ્રોમ અને એનોરેક્સીયા નર્વોસાનો સમાવેશ થાય છે. સંશોધનકારોએ સિનેપ્ટિક પ્લાસ્ટિસિટીના નિયમનકારી જનીન નેટવર્કમાં વિક્ષેપો શોધી કાઢી મગજના ન્યુરલ જોડાણોની રચના અને પુન: સંગઠન કરવાની ક્ષમતા પર પ્રકાશ ફેક્યો છે. આ વિક્ષેપો ઉત્તેજનાત્મક ન્યુરોન્સના ચોક્કસ પેટા પ્રકારમાં પૂર્વવર્તી રીતે ઉદ્ભવે
ગર્ભમાં મગજના વિકાસ દરમિયાન ન્યુરોન્સ કેવી રીતે સંદેશની આપ લે કરે છે તેનો અભ્યાસ કરે છે.
આ વહેંચાયેલ “મોલેક્યુલર સિગ્નેચર સહી” લક્ષણ ઓવરલેપ્સ, સર્વ સામાન્ય જોખમ પરિબળો અને આ વિકારો પર સમાન સારવારના જવાબોને સમજાવવામાં મદદ કરે છે. તે જીવવિજ્ઞાન આધારિત માનસિક વર્ગીકરણ તરફના પગલાને પણ સમર્થન આપે છે, જે વહેલી તપાસ અને વ્યક્તિગત સારવારની વ્યૂહરચનામાં સુધારો કરી શકે છે. સંક્ષિપ્તમાં કહીએ તો આઠ ન્યુરોસાયકિયાટ્રિક પરિસ્થિતિઓમાં એક પ્રિનેટલ મોલેક્યુલર માર્ગ સર્વ સામાન્ય છે.
વિક્ષેપો ઉત્તેજનાત્મક ન્યુરોન્સ અને સિનેપ્ટિક પ્લાસ્ટિસિટીને અસર કરે છે. આ બાબત પરંપરાગત માનસિક કેટેગરીઝ પર ફરીથી વિચાર કરવાનું સૂચવે છે.
શેતાની તીડ
શલભ (તીડ)ની વાત નીકળે ત્યારે મોટાભાગના લોકો નાજુક પાંખો વાળા, લાઇટની આસપાસ ઉડ્યા કરતા, માટી અને રાતની નીરવ શાંતિના નિરુપદ્રવી જીવોની કલ્પના કરે છે. પરંતુ એશિયા અને પૂર્વી યુરોપના ગીચ જંગલોમાં લોહી તરસ્યા તીડની એક ખાસ પ્રજાતિ અસ્તિત્વમાં છે.
વેમ્પાયર, યને કી શેતાની તીડ
આ તીડ રાત્રિની નીરવ શાંતિમાં ગાય ભેંસ બકરી હરણ જેવા સસ્તન પ્રાણી કે ઈવન મનુષ્યની પીઠ કે ત્વચા પર બેસી જઈ પોતાની નાની એવી છતાં નક્કર, અણીદાર સૂંઢ અંદર ઉતરી બીલકુલ શાંતિથી માંસની અંદર ઉતારી લોહીનું ટીપું પણ બહાર ન પડે તેવી સલુકાઈથી બધું શોષી લે છે. આ એક ભયાનક દૃશ્ય હોય છે. નાજુક પાંખો ચર્મપત્ર પાંદડાઓની જેમ ફેલાય છે ત્યારે તેનું પાતળું મોં ક્યાંય સ્પર્શ કરતું નથી. તે પીવે છે ચૂપચાપ કોઈનું જીવન!
વૈજ્ઞાનિકો તેને કેલિપ્ટ્રા પરિવારના તીડ કહે છે. તે માંહેના મોટા ભાગના તીડ ફળાહારી હોય છે. તીક્ષ્ણ અણિયાળો સૂંઢ વડે તેઓ ગમ્મે તેવા સખ્ખત ફળને ભેદી તેમાંથી રસ ચૂસી લે છે. પરંતુ તેમાં ઘણાં લોહી માંસના તરસ્યા હોય છે. આવા નર તીડ દુર્લભ લોહી માંસ શોષી સમાગમ દરમિયાન આ અર્ક માદા તીડના શરીરમાં ટ્રાન્સફર કરી પોતાની રાક્ષસી પેઢીઓ તૈયાર કરે છે. આવા શેતાની તીડની સૂંઢ પ્રકૃતિના અદભ
ર્જન સમી હોય છે. પતંગિયાની સરળ, મૃદુ સ્ટ્રોથી વિપરીત તેમાં દાંતી અને કાનાસ જેવી એક પટ્ટીની રચના હોય છે. તે હાથીની ત્વચાની ભીતર પણ ઉતરી જાય એટલી વેધક હોય છે. એકવાર અંદર ગયા પછી તે સતત પમ્પિંગ કરે છે અને રક્ત માંસને ફળના રસની જેમ આસાનીથી પી જાય છે. પીડિતોને ભાગ્યે જ આ વાતનો અંદાજ આવે છે કે તેમનું ભક્ષણ થઈ રહ્યું છે.
કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે ગતિશીલ ઉત્ક્રાંતિની આ એક ઝલક છે: ફળ ભક્ષી શલભ માર્ગનું પરીક્ષણ કરે છે, પરોપજીવીકરણ સાથે પ્રયોગ કરે છે. આજે તેઓ કોઈ વાસ્તવિક ખતરો નથી પરંતુ કાલે?
સુંદરતા અને દુ:સ્વપ્ન વચ્ચેની પ્રકૃતિની રેખા હંમેશાં આપણા વિચારો કરતા પાતળી હોય છે.
ફૂલોથી જન્મેલા એક પ્રાણી, હવે લોહીથી ફ્લર્ટિંગ કરે છે.
નસોના સ્વાદ સાથે એક રાત્રી અસ્તિત્વ.
એક અનોખો ભાઈ
1945નો સમય છે.
હંગેરી નામના એક યુરોપિયન દેશની આ વાત.
એરોન નામનો દસ વર્ષનો એક છોકરો ભયાનક ઠંડીમાં ઊભો છે. તેની નાની એવી બહેન તેની પીઠ સાથે બાંધેલ કપડાના પોટલામાં પોઢી રહી છે. તેની પાછળના ભાગે થોડે દૂર પ્રસ્થાન પ્રસ્થાન કરી રહેલી નાઝીઓની ટ્રેનનો ધુમાડો આકાશમાં ફેલાઈ રહ્યો છે. એ નાઝીઓ જે આ ભાઈ બહેનના માબાપ ના હત્યારાઓ હતા. જગત આખાને મૌન ધારણ કરી લીધું હતું, પરંતુ આ છોકરો મૌન ન હતો. તેની ભીતર ભયંકર ધમાસણ ચાલી રહી હતી. કોને ખબર કેમ પણ આ છોકરો સૈનિકોના ધ્યાન બહાર રહી જવા પામ્યો હતો. સૈનિકો તેને કદાચ ભૂલી ગયા હતા, તે તેમનાથી ઘણો પાછળ હતો. એવામાં એરોનને આકાશવાણી સંભળાઈ! દૂરના એક પશ્ચિમી ગામે જાણે તેને સાદ દીધો. દૂરનું એક અંતરિયાળ ગામ, વિશ્વથી વિખૂટું તો ખરું પણ માંહે ધબકતું. આ છોકરો જ્યાં હતો ત્યાંથી તે સિત્તેર માઇલ દૂર હતું. તેની પાસે કાઈ ખાવાનું ન્હોતું. કોઈ નકશો ન હતો. માર્ગમાં આગળ શું હશે તેનો તેને કોઈ સંકેત ન્હોતો. તેની પાસે કાઈ હતું તે ફક્ત તેના શ્વાસ હતા. આ શ્વાસ તેના ગળા સાથે તીવ્રતાથી અથડાયા હતા. પણ તે આગળ ચાલ્યો, તીખા ઝેરીલા ઠંડા પવનને ચીરતો અને પવનથી વિંધાતો આગળ વધ્યો! તે ભૂતિયા જેવા દેખાતા અગોચર જંગલો વટાવતો તે ચાલતો રહ્યો, માર્ગમાં નાની બહેન માટે માંગી ભીખીને થોડું દૂધ મળ્યું. ભીખમાં થોડા કાચા બટેટા મળ્યા તે તેણે ખાધા ને કોઈની પાસે દયાની ભીખ
એક પણ એરપોર્ટ ન ધરાવતા વિશ્ર્વના 5 દેશો
માગી ઓટલે ઘડીક આરામ કર્યો. જ્યારે આ સંભવ ન બન્યું ત્યારે જાગતો રહ્યો ચાલતો રહ્યો. છોકરો ચાલતો ચાલતો પોતાની નાની બહેનને વાર્તા સંભળાવતો હતો. પોતાની બહેનને તે વિશ્વાસ આપતો હતો કે તે એકલી નથી! અંતે તે પોતાની બહેનને સલામત સ્થાને પહોંચાડી ઝંપ્યો. વર્ષો પછી, જ્યારે તેણીનું પોતાનું બાળક હતું, ત્યારે તેણે તેને તે છોકરા વિશે કહ્યું જેણે તેને સલામતી બક્ષી! હંગેરી ની યુદ્ધકથઓમાં એરોન નામના મહાન ભાઈનું પણ એક પ્રકરણ છે!
ગાયોની અનોખી ખેવના,
ભારતમાં નહી હો, નેધરલેન્ડમાં!
નેધરલેન્ડ્સમાં કૃષિ ઝોન નજીકની રેલ્વે ટનલોને એક અકલ્પ્ય રાહદારીને ધ્યાનમાં રાખીને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ રાહદારીઓ છે ગાય! વાસ્તવમાં રેલવેના પાટાની કારણે માર્ગથી વિખૂટા પડી ગયેલી ગૌચર ભૂમિ સુધી પહોંચવા ગાયોના ધણે રેલવેના અંડરબ્રીજમાથી પસાર થવું પડે છે. હવે આ સ્કાઈલાઇટ અંડરબ્રિજની છતોને એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે જેથી કરીને ગાયોને ત્યાંથી પસાર થતી વખતે લીલો શીતળ પ્રકાશ મળી રહે છે. સ્કાઈલાઇટ્સ ટનલની છત પર સ્થિત આ સ્લિટ્સના
કારણે ગાયોને ઝગઝગાટ વિના કુદરતી ડેલાઇટમાં રહેવાની સવલત મળે છે. વનસ્પતિઓના ફાઇબરમાથી બનતી આ વેન્ટિલેટર ટાઇપ બારીઓમાં શણ અથવા તો શણ જેવી સામગ્રીનો ઉપયોગ કરવાના આવે છે, તે પ્રકાશને સમાનરૂપે ડિફ્યુઝ કરે છે અને તે લીલો
રંગ આપે છે જે ગાયોને સુખદ અનુભૂતિ આપે છે . જેમ જેમ ગાય આ “ગ્રીન લાઇટ ઝોન” માંથી પસાર થાય છે, તેમ તાણનું સ્તર ઘટતું જાય છે અને સ્થળાંતર વધુ આસાન બને છે. બંધ પેસેજમાં સામાન્ય રીતે જે ગૂંગળામણ મૂંઝારો થતો હોય છે તે આ લીલા ઠંડા પ્રકાશના કારણે દૂર થાય છે. આમ તે આરામથી આગળ વધી શકે છે. આ ડિઝાઇન ઉર્જા આપે છે, તે પ્રદૂષણ મુક્ત અને ચિરંજીવ પણ છે. તે બાયોડિગ્રેડેબલ સામગ્રી પર આધાર રાખે છે, આસપાસના કૃષિ વાતાવરણમાં ભળી જાય છે ત્યારે થોડી જાળવણીની જરૂર પડે છે. આમાંની કેટલીક ટનલ પણ અનુભવને વધુ પ્રાણી-મૈત્રીપૂર્ણ બનાવવા માટે કુદરતી ટેક્સચર અથવા નરમ અવાજ-ભીના પેનલ્સથી પણ સજ્જ છે. આ નાવીન્ય નેધરલેન્ડ્સની માળખાગત કાર્યક્ષમતા અને પ્રાણી કલ્યાણ બંને પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ટનલ એન્જિનિયરિં દ્વારા કે જે ગાયના ભાવનાત્મક અનુભવને ધ્યાનમાં લે છે તે આ દેશના રેલ્વેની નીચેના માર્ગોને એવા હળવા, હરિયાળા બનાવી રહ્યું છે જ્યાં પશુધન પણ આરામ અને શાંત મુસાફરી કરી શકે છે.
ચિકનગુનિયાના; એક દુ:સ્વપ્ન
ચીનમાં અત્યારે તેના ઇતિહાસનો સહુથી ભયાનક ચિકનગુનિયા ફાટી નીકળ્યો છે. આપણે અહી ભારતમાં પણ ચિકનગુનિયાના કેસનો રાફડો હોય છે. આ સંજોગોમાં તેના વાયરસ અને તેનાથી આપણી
જાતને કેવી રીતે બચાવી રાખવી તે વીશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. દક્ષિણ ચીન તેના અત્યાર સુધીના સૌથી મોટા ચિકનગુનિયાના પ્રકોપ સાથે ઝઝૂમી રહ્યું છે, જુલાઈના અંતથી, 40000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વાતને ચાઇના ગવર્મેન્ટે પુષ્ટિ પણ આપી દીધી છે. અહીંના ફોશાનના શુંડે જિલ્લામાં તેનો મહત્તમ પ્રકોપ અનુભવાયો છે. એડીસ મચ્છર દ્વારા પ્રસારિત વાયરસ ચિકનગુનિયા તાવનું કારણ બનતો હોય છે. તેના લક્ષણોમાં અચાનક તીવ્ર તાવ અને સાંધાના ભયાનક દુખાવાનો સમાવેશ થાય છે. ઘણીવાર તેમાં ફોલ્લીઓ અને થાક પણ વર્તાય છે. આ ક્ષેત્રની મચ્છરજન્ય બીમારીઓ માટે અહીંની આબોહવા, શહેરીકરણ અને વૈશ્વિક મુસાફરીની જેમ કે ચિકનગુન્યા, ડેન્ગ્યુ અને ઝીકા જેવા આર્બોવાયરસની પહોંચને વિસ્તૃત કરે છે. ગુઆંગડોંગ પ્રાંતના આરોગ્ય અધિકારીઓએ મચ્છરની વસ્તી ઘટાડવા માટે કટોકટી પગલાં શરૂ કર્યા છે, રહેવાસીઓને સ્થાયી પાણીને દૂર કરવા અને સમુદાય નિયંત્રણના પ્રયત્નોને ટેકો આપવા વિનંતી કરી છે. નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે સક્રિય મચ્છર મેનેજમેન્ટ સૌથી અસરકારક નિવારણ પદ્ધતિ છે, કારણ કે મચ્છર વેક્ટર વિના ચિકનગુનિયામાં વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સમિશન શક્ય નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેની વૈશ્વિક આર્બોવાયરસ પહેલને મજબુત બનાવવા અને ક્લિનિકલ માર્ગદર્શિકાને અપડેટ કરવા સાથે, સંશોધનકારો ભવિષ્યના ફાટી નીકળવાની તૈયારી માટે વધેલી જીનોમિક સર્વેલન્સ અને આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂકે છે.



