ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
ધ્રાંગધ્રા શહેરમાં શ્રી હસુભાઈ જવેલર્સ નામની જૂની પેઢી ધરાવતા સોની પરિવાર હાલમાં જ પચાસથી વધુ લોકોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થયા હતા. જે સોની વેપારીના પિતા તથા બે પૂત્ર સહિત કુલ ત્રણ વિરૂદ્ધ ગુન્હો નોંધાયો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેય પિતા પુત્ર 91 લાખથી વધુનું ફુલેકુ ફેરવી નાશી છૂટયા હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ આંકડો માત્ર ફરિયાદ પૂરતો જ છે.
ખરેખર તો અનેક લોકો તગડું વ્યાજ લેવાના ચક્કરમાં પોતાના રૂપિયા ગુમાવ્યા હતા આ તમામ રકમનું જો આંકડો લેવામાં આવે તો કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારે નાશી છુટેલ સોની પરિવારની શહેરમાં નાની બજાર સ્થિત દુકાન ખાતે સોમવારે સવારે સ્થાનિક પોલીસ દ્વારા શીલ મારવાની કામગીરી હાથ ધરાઇ હતી. લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુન્હાના લઈને સ્થાનિક પોલીસના પી.આઇ યુ.એમ.મશી સહિતના સ્ટાફે શ્રી હસુભાઈ જવેલર્સ પર શીલ મારી દુકાનની જપ્ત કરવાની કામગીરી હાથ ધરતા ધ્રાંગધ્રા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.