ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સોમનાથ મંદિર નજીક ગત 4 એપ્રિલ નાં રોજ શંખ સર્કલ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.5 જેટલા લોકોનો આક્ષેપ છે કે તેમની પાસે આધાર પુરાવા હોવા છતાં કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે.ધારાસભ્ય વિમલ ચૂડાસમા પણ લોકોની મદદે આવ્યા હતા તે સમયે તેમની વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગુન્હો નોંધાયો હતો.હાલ કેસ હાઈ કોર્ટમાં ચાલતા ગત તા.7 મે ના રોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં તત્કાલિન જિલ્લા કલેક્ટર, ડીવાયએસપી સહિત કુલ 14 અધિકારીઓને સોગંધનામાં રજૂ કરવા નોટીસ આપવામાં આવી છે.