ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહેલ લોકો માટે ખુશખબર, જલ્દી જ આવવા જઈ રહ્યો છે બીજો ભાગ.
આ વર્ષે આવેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) હજુ પણ લોકોના દીલ પર રાજ કરી રહી છે. કાશ્મીરી પંડિતનો દર્દ જોઈને લોકો થિયેટરમાં રડવા લાગ્યા હતા. ઓછા બજેટની આ ફિલ્મે વોંકસ ઓફિસ પર સારી લમની કરી હતી અને લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. જે લોકોએ પણ આ ફિલ્મ જોઈ છે એ લોકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે. જે લોકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે એમને માટે અમે ખુશખબર લઈને આવ્યા છીએ. ધ કાશ્મીર ફાઇલ્સનો બીજો ભાગ જલ્દી જ આવવા જઈ રહ્યો છે. ફિલ્મના બીજા ભાગને લઈને ફિલ્મના ડાયરેક્ટરે જ જણાવ્યું છે.
- Advertisement -
લોકો જોઈ રહ્યા છે રાહ
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને લગભગ 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 340 કરોડની કમાણી કરી હતી. જાણવી દઈએ કે આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની બતાવવામાં આવી હતી અને એ કહાનીએ બધાને હચમચાવી દીધા હતા, ફિલ્મ રિલીઝ થઈ એ પછી દરેક લોકો એક જ સવાલ પૂછે છે કે આ ફિલ્મનો બીજો ભાગ ક્યારે આવશે?
Dear @drajoykumar urf Pidi,
A Webseries called ‘Kashmir Files 2.0’ is coming mid 2023, uncovering all the files your masters had hidden since independence.
But what must worry you and your Pappu is #TheDelhiFiles coming in 2024. https://t.co/a4dJd7KyKG
- Advertisement -
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 18, 2022
એક યુઝરે શેર કર્યો વિડીયો
હાલમાં જ એક યુઝરે કાશ્મીરી પંડિતો પર અત્યારે પણ થતાં અત્યાચારનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સતત હત્યા થઈ રહી છે પણ ખુદને હિન્દુ ઠેકેદાર ગણાવતી સરકાર ઊંઘી ગઈ છે. લગાતાર થતી હત્યાઓ, અત્યાચારોથી એમને કોઈ ફરક નથી પડતો. હાલાત ખૂબ જ ખરાબ છે. કાશ્મીરી પંડિતો ફરી એ 90ના દશક વાળા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.
આવતા વર્ષે રિલીઝ થશે ફિલ્મનો બીજો ભાગ
આ ટ્વીટને રીટ્વીટ કરતા લોકોએ વિવેક અગ્નિહોત્રીને ટેગ કરીને પૂછ્યું હતું કે ‘શું વિવેક અગ્નિહોત્રી આના પર કાશ્મીર ફાઇલ બનાવી શકશે?’ વિવેક અગ્નિહોત્રીએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું કે- હા, કામ ચાલુ છે. 2023 ના મધ્ય સુધી રાહ જુઓ.