ચાર દિવસ બાદ અંતે ગઉછઋ ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ શરૂ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગુરુવારે 35 વર્ષીય પિતા મહેશભાઈ દાદરેચા પોતાના 9 વર્ષીય પુત્ર દેવરાજને સાથે લઈ કેનાલમાં ઝંપલાવ્યું હતું.
જે અંગે ગ્રામજનોને જાણ થતા પિતા અને પુત્રના મૃતદેહને શોધખોળ માટે ફાયર ટીમ દ્વારા ભારે પ્રયત્નો બાદ પણ સતત ત્રણ દિવસ સુધી મહેનત છતાં પણ મૃતદેહ હાથ લાગ્યા નથી ત્યારે નર્મદા વિભાગ દ્વારા પાણીની આવક બંધ કરવા છતાં મૃતદેહ નહીં મળતા કેનાલના નાળામાં લાશ ફસાઈ હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે જેને લઇ હવે ગઉછઋની ટીમને જાણ કરી મૃતદેહ શોધખોળ માટે પ્રયત્નો હાથ ધરવાના આવ્યા છે.
આ તરફ ગ્રામજનો અને મૃતકોના પરિવારજન છેલ્લા ચાર દિવસથી મૃતદેહની શોધખોળ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી ચૂક્યા છે છતાં ચાર ફોકસ બાદ પણ કોઈ સફળતા નહીં મળતા અંતે ગઉછઋ ટીમની મદદથી શોધખોળ શરૂ કરી છે.



