સંગઠનાત્મક કુશળતાની સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ જગદીશ વિશ્ર્વકર્માની મજબૂત પકડ
જગદીશ વિશ્ર્વકર્માએ 1998માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇન્ચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદો સંભાળ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
24 અને 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નિકોલમાં સભા કરી હતી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બનશે તેની સ્ક્રીપ્ટ લખાઈ ગઈ હતી. કારણ કે તેઓ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. લોકોનો એવો મત હોય છે કે, ભાજપને સરપ્રાઈઝ આપવાની ટેવ છે પરંતુ ભાજપ સંગઠન સાથે જોડાયેલા અને રાજકીય વિશ્ર્લેષકો એવું માને છે કે, ભાજપનું મોવડી મંડળ અગાઉ હિન્ટ આપે જ છે પરંતુ તે ઘણા લોકો પારખી શકતા નથી. રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં જાહેર થનાર છે ત્યારે ભાજપમાં ચાલતા જૂથવાદ અને અસંતોષ ખાળવા માટે જગદીશ વિશ્ર્વકર્મા મહત્વની ભૂમિકા ભજવશે. જગદીશ વિશ્ર્વકર્મા ભાજપના કદાવર નેતા છે. હાલમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
જગદીશ વિશ્ર્વકર્માનો પરિચય
જન્મ: 12 ઓગસ્ટ 1973
અભ્યાસ: એસ.વાય.બી.એ.
શોખ: વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજસેવા
વ્યવસાય: ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ
1998માં બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ
2013માં ઉદ્યોગ સેલના સંયોજક
2015-2021 સુધી અમદાવાદ શહેરના પ્રમુખ
2021માં તેમના નેતૃત્વમાં અખઈની ચૂંટણીમાં 190માંથી 162 સીટથી જીત
2012, 2017 અને 2022માં નિકોલના ધારાસભ્ય
તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે. 12 ઓગસ્ટ અને 1973માં જન્મેલા જગદીશ વિશ્ર્વકર્માએ 1998માં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં બૂથ ઇન્ચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદો સંભાળ્યો હતો. આ પછી તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બજાવેલી કામગીરીની પક્ષે તેમની નોંધ લેવાઈ હતી. આ પછી તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા. જગદીશ વિશ્ર્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે. સ્વચ્છ અને નિર્વિવાદિત છબી તેઓ ધરાવે છે. રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્ર્વકર્મા સ્થાન ધરાવે છે. જગદીશ વિશ્ર્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા સોગંદનામા મુજબ તેમની પાસે 25 કરોડની સંપત્તિ છે. જ્યારે તેમણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 55,198 મતની લીડથી જીત હાંસલ કરી છે.
રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી રહ્યા હતા. કોરોનાના કારણે મોડી થયેલી વર્ષ 2021ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્ર્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી. જેમાં 192 સીટમાંથી ભાજપે 160 સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી. જગદીશ વિશ્ર્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે. શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્ર્વકર્મા પર ભાજપે મહોર મારી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
જગદીશ વિશ્ર્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય
સોગંદનામા મુજબ 25 કરોડની સંપત્તિ, વર્ષ -2022માં વિધાનસભાની ચૂંટણીમાં 55,198 મતની લીડથી જીત
જગદીશ પંચાલનું મજબૂત પાસુ ક્યું?
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે હવે ગુજરાતમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે. અને ભાજપ પણ ઓબીસી મતોને ટાર્ગેટ કરવા માગે છે એટલે ઓબીસી સમુદાય પર પ્રભુત્વ મેળવવા ભાજપ ઓબીસી નેતાને પ્રમુખ પદે તક આપવા માગે છે તેવું દેખાઈ રહ્યુ છે.
ભાજપમાં વધુ એક અમદાવાદના નેતાને મોટો હોદ્દો…
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.