વનિતા અને રોહિત તથાભરત દ્વારા રોજનું 60 લિટરદેશી દારૂનું કટિંગ
આચારસંહિતા પૂર્ણ થતાં જ દેશી દારૂના હાટડા ધમધમાટ ધમધમ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટમાં દેશી દારૂનું વેચાણ જાણે એક સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને જગ્યાએ જગ્યાએ દેશી દારૂનું વેચાણ વધતું જણાય છે લઠ્ઠાંકાંડ જેવી ગંભીર ઘટના પછી પણ દારૂનું ખુલ્લું વેચાણ યથાવત છે થોરાળા વિસ્તારમાં હાલના સમયમાં પણ દારૂના અડ્ડા ધમધોકાર ચાલેછે અને પ્યાસીઓ આ દારૂના અડ્ડાના નિયમિત ગરાગ બનીગયા છે. રાજકોટ શહેરમાં જાણે પોલીસ તથા કાયદાની કોઈને બીક જ નો હોય તેવું લાગી રહ્યું છે અને હાલના સમયમાં દેશી દારૂનું વેચાણ ખૂબ જ વધી ગયું છે અને રોજબરોજના અસંખ્ય કેસો જોવા મળે છે કે જેમાં દારૂના નશામાં આવારા તત્વો દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને જેનાથી સામાન્ય જનતાને ખૂબ પરીશાનીનો સામનો કરવો પડે છે.
- Advertisement -
દેશી દારુ વેચવાના સ્થળથી 1 કિલોમીટર દૂર જ રામનાથ મહાદેવના મંદિરની બહાર દેશી દારુ પીધેલા લોકો દ્વારા સામાન્ય જનતાને હેરાન કરવામાં આવે છે અને દાદાગીરી કરવામાં આવેછે અને ચોરી લૂંટફાટ જેવા બનાવો બને છે અને રાતના ત્યાં દારૂની મહેફિલો કરવામાં આવેછે જેથી ત્યાં દર્શને જાતા ભક્તોમાં ડરની લાગણી ઊભી થાય છે અને હાલાકી કરવામાં પણ લોકોને મુશ્ર્કેલીનો સામનો કરવો પડેછે દારૂના આવા બેફામ વેચાણના લીધે આજુબાજુમાં રહેતા લોકોને ખૂબ હેરાનગતિ ભોગવવી પડે છે.