આજે સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 31 પૈસા ઘટીને રૂ. 80.11ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફરી એકવાર ડોલરની સામે રૂપિયો ગબડી અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે. જોકે આ ઘટાડો વિદેશમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 80.10 પર ખુલ્યો હતો. પાછળથી વધુ ઘટાડો નોંધાતા તે 80.11 પર આવી ગયો, જે અગાઉના બંધ ભાવની સામે 31 પૈસાની નબળાઈ દર્શાવે છે.
મહત્વનું છે કે, શુક્રવારે ડોલર સામે રૂપિયો 79.84 પર બંધ થયો હતો. આ દરમ્યાન ડોલર ઇન્ડેક્સ, છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, 0.51 ટકા વધીને 109.35 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે કડક વલણ અપનાવવાની વાત કર્યા બાદ ડોલર મજબૂત થયો હતો.
- Advertisement -
આ તરફ વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.86 ટકા વધીને $101.86 પ્રતિ બેરલ પર છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 51.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં 26 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો 80.10 રૂપિયા પર નોંધાયો હતો, પરંતુ બાદમાં તે ઘટીને 31 પૈસા થઈ ગયો અને ડોલર સામે રૂપિયો 80.10 રૂપિયા પર પહોંચી ગયો.
Rupee hits record low of 80.11 against the previous session close of 79.87 on Friday (26th Aug)
(Representative image) pic.twitter.com/JGNcyHnczJ
- Advertisement -
— ANI (@ANI) August 29, 2022
રૂપિયાના અવમૂલ્યનની અસર સામાન્ય માનવીના જીવન પર જોવા મળી શકે છે. તાજેતરના સમયમાં મોંઘવારી દરના સ્વરૂપમાં પણ આ જોવા મળી રહ્યું છે. રૂપિયો નબળો પડવાથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાતી કોમોડિટીમાં કોઈપણ અછતની અસર ઘટશે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો લાભ મેળવવામાં વધુ સમય લાગશે કારણ કે, ભાવમાં ઘટાડા વચ્ચે રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થશે અને તેનાથી તિજોરી પર બોજ પડશે.
અત્યારે વિદેશી બજારોમાં કાચા તેલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રૂપિયો નબળો પડવાને કારણે સામાન્ય લોકોને તેનો લાભ મળી રહ્યો નથી. વિશ્વના બજારોમાં કોમોડિટીના ભાવ ઘટશે અને ડોલર સામે રૂપિયો મજબૂત સ્થિતિમાં આવશે ત્યારે જ સામાન્ય લોકોને ફાયદો થશે. વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવ ઘટશે અને રૂપિયો મજબૂત થશે ત્યારે જ સામાન્ય લોકોને મોંઘવારીના મોરચે રાહત મળશે. જોકે તાજેતરના ઘટાડાને જોતા રૂપિયો આટલો જલ્દી મજબૂત થવાની કોઈ શક્યતા નથી. સતત કેટલાય દિવસોથી ડોલર સામે રૂપિયો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.