1 દિવસમાં 5 લાખથી વધારેના ટ્રાંજેક્શન કરી શકશે
શું હોય છે IMPS
IMPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાં પણ ક્યારેય પણ પૈસા મોકલી શકાય છે.
- Advertisement -
તેમાં પૈસા મોકલવાના સમયને લઈને પ્રતિબંધો નથી. આપ અઠવાડીયાના સાતેય દિવસ અને 24 કલાક ગમે ત્યારે આઈએમપીએસ દ્વારા થોડીક સેક્ધડોમાં જ પૈસા ટ્રાંસફર કરી શકો છો. આરટીજીએસ, એનઈએફટી અથવા આઈએમપીએસ જેવી સુવિધાઓ માટે ઈંટરનેટ જરૂરી છે. આપની પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ ન હોય તો, સ્માર્ટફોનથી પણ કામ થઈ જાય છે, જેમાં ઈન્ટરનેટની સુવિધા હોવી જોઈએ.