ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવામાં પ્રયાસ રૂપે ટાવર ચોક ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે ખાસ શહેરના હાર્દ સમા વિસ્તાર ટાવરચોક ખાતે ટાવરની ફરતી ટ્રાફિકના સૂત્રો,અકસ્માતના અખબારમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલોના બેનર લગાડી લોકોને સમજણ આપવામાં આવી હતી.
વેરાવળ શહેર ટાવર ચોક ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી જાગૃતિ અંગે કાર્યકમ યોજાયો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક વેરાવળ પાટણ શહેર પોલીસ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે જિલ્લાના લોકોને ટ્રાફિક નિયમન લઇને જાગૃતતા આપવામાં આવી હતી જેથી અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય ઉપરાંત કોઈ જગ્યાએ અકસ્માત સર્જાય તો લોકો કોઈની મદદ કરવા પોલીસના ડરથી ઊભા રહેતા નથી જેથી તાત્કાલિક અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવે તે અંગેની વધુ સમજણ આપવામાં આવી હતી તેમજ રિક્ષામાં ટ્રાફિક જાગૃતિ અંગેના સ્ટીકર લગાવી અને ટ્રાફિક જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી હતી.ત્યારબાદ ટ્રાફિકના નિયમોના સાઈનબોર્ડ સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.