બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
રંગીલા રાજકોટના પ્રવેશદ્વાર એવા ગ્રીનલેન્ડ ચોકડી પાસે પ્રવેશ કરતાંની સાથે જ હાઈવે પર મસમોટો ખાડો રાજકોટની શોભા વધારી રહ્યો હોય તેવું આ ફોટામાં જોવા મળી રહ્યું છે. કરોડોના ખર્ચે વાહનચાલકો માટે તંત્ર દ્વારા રસ્તાઓ બનાવવામાં આવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે આ કરોડોના રસ્તાઓ ધોવાઈ જતાં હોય છે. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂનાગઢથી રાજકોટમાં એન્ટ્રી કરતાંની સાથે જ વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાય તેવો બિસ્માર હાલતમાં રોડ જોવા મળે છે જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આ ઉપરાંત અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? એવા અનેક સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે.