તંત્ર દ્વારા માત્ર થિગડાં મારી સંતોષ માની લેવાયો
ખાસ-ખબર ન્યૂઝ વાડીનાર
ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટિયાનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હોય રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટિયાનો અતિ બિસ્માર રોડ ઘણાં સમયથી ખરાબ હાલતમાં હોય, સોશિયલ મીડિયામાં પણ તેના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કજુરડાથી કજુરડા પાટિયા સુધીમાં માત્ર થિંગડા મારી સંતોષ માની લેવાયો છે અને વાડીનારથી કજુરડા રોડમાં મસમોટા ખાડા યથાવત છે. તંત્ર દ્વારા માત્ર થુંકની જેમ ખાડા પૂરવામાં આવ્યા છે. એ પણ મોટા-મોટા ખાડા હોય ત્યાં જ અને વાડીનારથી કજુરડી સુધીનો રોડ તો ભૂલી જ ગયા કે શું? ગાડીઓને થતાં નુકસાનની જવાબદારી કોની?
- Advertisement -
રોડ પર રોજ થતાં અકસ્માત, ગાડીથી પસાર થતાં ગાડીઓમાં નુકસાન થતું તેનું જવાબદાર કોણ? આ રોડ છેલ્લાં ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. મહાકાય કંપની ધરાવતો એરિયા સુવિધાથી વંચિત, ડેઈલી અપ-ડાઉન કરતાં રાહદારીઓ, વેપારી વર્ગ, વિદ્યાર્થી, ગ્રામજનો, કોન્ટ્રાક્ટર, મજૂરોને પડતી મુશ્કેલીનું જવાબદાર કોણ? ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું કામકાજ આ તેર કિલોમીટરના રોડમાં સાત ગામના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
હજુ પણ તંત્ર દ્વારા અકસ્માતની રાહ જોવાઈ રહી છે? સોશિયલ મીડિયામાં થિંગડાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારની લોકચર્ચા જાગી છે. તંત્ર દ્વારા વહેલી તકે વ્યવસ્થિત આખા રોડમાં થિંગડા મારી કામ કરે તો જ રોડ ટકે નહીંતર ચોમાસામાં રોડ બંધ થવાની પણ સંભાવના છે.



