રોડ પર ખાડારાજ હોવાને લીધે ગ્રામ્ય વિસ્તારના રાહદારીઓને ભારે હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
ધ્રાંગધ્રા તાલુકાના સુરેન્દ્રનગર હાઇવેથી અમદાવાદ હાઇવે વચ્ચે આવતા રાજસીતાપૂર, ભારદ, માનપુર, મેથાણ ગામને જોડતો ગ્રામ્ય વિસ્તારનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે આગાઉ પણ આ માર્ગ બાબતે અનેક વખત તંત્રને ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે બિસ્માર માર્ગ હોવાના લીધે ગ્રામજનોને અહીંથી નીકળવામાં ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે રોડ પર પડેલા મસમોટા ખાડામાં પાણી ભરાય છે અને ખાડાની ઊંડાઈ સ્પષ્ટપણે નહીં નજરે પડતા અનેક બાઈક ચાલક રાહદારીઓ ખાડા લીધે પટકાય છે ત્યારે વારંવાર રજૂઆત બાદ પણ રોડના સમારકામ અંગે કોઈ કામગીરી નહીં થતા સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.



