ભ્રષ્ટાચારી માર્ગના કામ પૂર્ણ મર્યાદાને એક વર્ષ પણ નથી થયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાના વિકાસના કામ સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર આચરી લેભાગુ તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાકટર પોતાના ગાજવા ભરવા માટે લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ સાથે કામગીરી કરી રહ્યા હોવાનું સામે આવે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકમાં ફરી એક ભ્રષ્ટાચારી રોડ નિર્માણ થયો હોવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં જાણવા મલ્ટી વિગતો અનુસાર મૂળી તાલુકાનાં દુધઈ ગામથી ખાટડી ગામ તરફ જવા માટેનો માર્ગછેલ્લા કેટલાય સમયથી બિસ્માર હોય જેને લઇ બંને ગામના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત બાદ ગત વર્ષ 2022માં ખાટડી થી દુધઈ ગામના રોડની ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે 92.81 લાખના ખર્ચે નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું જે રોડના નિર્માણની કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા ગત જૂન 2023માં જ પૂર્ણ થઈ છે જેને હજુ માત્ર એકવાર જેટલો જ સમય વીત્યો છે
- Advertisement -
છતાં હાલ આ રોડ પર ખાડારાજ જામ્યું છે. ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરીને નિર્માણ કરેલ માર્ગ પર ચાલતા ગ્રામજનોને ફરીથી બિસ્માર રોડ પર ચાલવાના દિવસો આવી ગયા છે જ્યારે ખાટડીથી દુધઈ જવાનો માર્ગ નિર્માણ થતો હતો તે સમયે કોન્ટ્રાકટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગે સ્થાનક આગેવાનો દ્વારા જણાવ્યું હતું પરંતુ તે સમયે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને આંધળા થયા હતા પરંતુ હવે એકાદ વર્ષ બાદ નવનિર્માણ કરેલ રોડ પર ખાડા પડતાં જ ભ્રષ્ટાચારની વાત ઉડીને આંખે વળગી છે.