જરૂરિયાત કરતાં ઓછું વજન એટલે કે જેમનું ઇખઈં 18.5 કરતાં ઓછું હોય તેવા વ્યક્તિઓ અંડરવેઈટમાં આવે છે, અને તેનાથી ઉલ્ટું 25 કરતાં વધારે ઇખઈં ધરાવતાં વ્યક્તિઓ મેદસ્વીમાં આવે છે.
પૂજા કગથરા
– કન્સલટન્ટ ડાયેટિશિયન
– કન્સલટન્ટ ડાયેટિશિયન
વજન ઓછું હોવું એ આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે. વજન ઓછું હોવાના લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. ચેપનું જોખમ વધારે છે. ઓસ્ટીયોપોરોસિસ અને ફ્રેકચર તરફ દોરે છે. ઈન્ફર્ટીલીટી, સરકોપેનિઆ વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે.
ઓછું વજન કે અનિચ્છનિય વજન ઘટવાના ઘણાં કારણો હોય શકે જેમ કે, ખોરાક લેવામાં અનિયમિતતા, થાઈરોઈડની સમસ્યાઓ, ડાયાબિટીસ, કેન્સર, ચેપ આરોગ્યપ્રદ રીતે વજન કઈ રીતે વધારવું? મોટાભાગે આપણે વજન વધારવા માટે ખાંડ, કોલ્ડ્રીંકસ, પ્રીઝર્વડ ફુડ વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ રીતે વજન વધારવાથી શરીરને નુકસાન થાય છે. તેથી તંદુરસ્ત ખોરાક ખાવો અને સંપૂર્ણ જીવનશૈલી જીવવી એ એકદમ આવશ્યક છે.
- Advertisement -
વજન વધારવા માટે શું કરવું?
શરીરમાં બર્ન્સ થતી કેલરી કરતાં વધારે કેલરી લેવી જરૂરી.
વજન વધારવા માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે કેલરી સરપ્લસ બનાવો, એટલે કે શરીરની જરૂરિયાત કરતાં વધારે કેલરી ખાઓ. વજન ધીરે-ધીરે અને સ્થિર વધારવા માટે રોજની 400થી 500 કેલરી વધારે લેવી જોઈએ. અને વજન ઝડપથી વધારવા માટે રોજની 700થી 1000 કેલરી વધારે લેવી જોઈએ.
(1) પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ : સ્વસ્થ વજન મેળવવા માટેનું એકમાત્ર સૌથી મહત્ત્વપૂર્ણ પોષક પ્રોટીન છે. પ્રોટીન સ્નાયુઓના બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે. માત્ર ચરબીને બદલે સ્નાયુઓના વજન વધારવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ખાવું જરૂરી છે. જો વજન વધારવું હોય તો શરીરના આઈડિયલ વજન દીઠ 2.2 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. પ્રોટીનની મુખ્ય સ્ત્રોત તરીકે કઠોળ, સરગવો, દૂધ, પનીર, ટોફુ વગેરે લેવું જોઈએ.
(2) યોગ્ય કાર્બ્સ અને ફેટથી ભરપૂર ખોરાક લેવો : દરેક સમયે કાર્બ્સ અને ફેટ હાનિકારક હોતા નથી. જ્યારે વજન વધારવાનું હોય છે ત્યારે પૂરતા પ્રમાણમાં કાર્બ્સ અને ફેટ એ આશીર્વાદ સમાન હોય છે. તેના માટે દૂધ, મલાઈ, માખણ, ચીઝ, એવોકાડો ઓઈલ, બટાકા, પીનર બટર, કાજુ, નાળિયેરીનું દૂધ, બીટ, ગાજર, ચીકુ, કેળા જેવો ખોરાક ખૂબ સારા કાર્બ્સ અને ફેટ ધરાવે છે.
- Advertisement -
વજન અને સ્ટ્રેન્થ વધારવી એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી માત્ર ચરબીને બદલે મસલ્સ માસમાં ખૂબ વધારો થાય છે.
વજન વધારવા માટે અમુક વસ્તુ યાદ રાખવી :
1. જમ્યાં પહેલાં પાણી ન પીવું., 2. દીવસમાં 2 વખત દૂધ પીવું., 3. જમવા માટે મોટી પ્લેટ વાપરો., 4. વજન વધારવા માટે વ્યસનથી દૂર રહો, 5. રાત્રે સુતી વખતે ખજુરવાળુ દૂધ પીવું, 6. દર બે કલાકે કંઈ ને કંઈ ખોરાક લેવો., 7. પ્રાણાયામ અને યોગાસનો કરો, 8. ચિંતાઓથી દૂર રહો., 9. ભરપુર પ્રમાણમાં સીઝનલ ફૂડ ખાઓ.
વજન વધારવા કે ઘટાડવા માટે ઉતાવળ કરવી નહીં. કારણ કે વજન વધારવુ અને ઘટાડવું એ મેરેથોન દોડ છે જે સતત અને ધીરે ધીરે દોડવી પડે અને તો જ યોગ્ય પરિણામ મેળવી શકાય. જો આડેધડ ઝડપથી વજનમાં ફેરફાર કરવામાં આવે તો તે શરીરને મોટી હાની પહોંચાડે છે અને થોડા સમયમાં શરીર બાઉન્સબેક અસર બતાવે છે.
Let your food be your Medicine