ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત તા.3 ડિસેમ્બર રવિવારના રોજ વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લાની બેઠકમાં તમામ પ્રખંડને અક્ષત કુંભ અર્પણ કરેલ હતા. આ તકે અભિયાન ના પ્રાંતના સહ સંયોજક હિરેનભાઈ રૂપારેલિયા, વિભાગના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ વિઠલાણી, જિલ્લાના કા.અધ્યક્ષ રામજીભાઈ પરમાર, જિલ્લાના મંત્રી નિપુલ ભાઈ શાહ તેમજ વેરાવળ, સુત્રાપાડા, ગીર ગઢડા, ઉના, કોડીનાર તેમજ દીવ પ્રખંડના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા જેમને અધિકારીઓ દ્વારા અક્ષત કુંભ અર્પણ કરેલ હતા. જયારે તમામ પ્રખંડમાં અક્ષત કુંભ તમામ ધાર્મિક સંસ્થાઓમાં પૂજન માટે જશેને હર ગામ અયોધ્યા મય બનેએ સૂત્રને સાકાર કરશે.
વેરાવળ ખાતે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ અર્પણ કરાયો
