દામોદરકુંડ સામે ટનલનું લોકાર્પણ કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ઇન્દ્રેશ્ર્વર મંદિરનાં નવીનીકરણનું ખાતમુહૂર્ત અને દામોદરકુંડ સામે ટનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જૂનાગઢમાં આજે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજયનાં મંત્રી અરવિંદભાઇ રૈયાણીનાં હસ્તે ઇન્દ્રેશ્ર્વર મંદિરનાં નવીનીકરણનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતું. તેમજ ભવનાથ જવાનાં માર્ગ પર દામોદરકુંડ સામે નાની ટનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દામોદરકુંડ સામે ટનલ બનતા ટ્રાફીક સમસ્યામાં ઘટડો થશે. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર,ડે.મેયર ગીરીશભાઇ કોટેચા,હરેશભાઇ પરસાણા, પુનિતભાઇ શર્મા,કિરીટભાઇ ભીંભા,વોર્ડનાં કોર્પોરેટર સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.