કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો અને અપમાન થતું હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપ સામે ભાજપ જેવો ઘાટ હાલની સુર સાગર ડેરીના ચૂંટણી સમયે જ સર્જાયો હતો તેવામાં પાટડી પાલિકાના સુધરાઇ સભ્યે રાજીનામુ ધરી દેતા ભાજપમાં ભડકો થયો છે. જાણવા મળતી વિગતો અનુસાર પાટડી નગરપાલિકામાં વોર્ડ નંબર 1ના સુધરાઇ સભ્ય ચંદ્રિકાબેન પાટડિયા દ્વારા ગઈકાલે અચાનક પોતાના તમામ પદ પરથી રાજીનામું ધરી દેતા રજીક્ય ભૂકંપ સર્જાયો છે.
- Advertisement -
સભ્ય ચંદ્રિકાબેન પાટડિયા દ્વારા લેખિત આપેલા રાજીનામા પણ પક્ષના કાર્યકરોને અપમાન થતું હોવાનું અને કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર તમામ નિર્ણયો લેતા હોવાનું જમાવી સુધરાઇ સભ્ય સહિત તમામ પદ અને પ્રાથિમક કાર્યકર તરીકે રાજીનામુ ધરી દીધું હતું. જોકે હજુ સુધી ચંદ્રિકાબેન પાટડિયાનું રાજીનામુ સ્વીકારી તેના પર કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ મહિલા સુધરાઇ સભ્ય દ્વારા રાજીનામુ ધરી દેતા પાટડી તાલુકા સહિત જિલ્લા ભાજપના નેતાઓ દ્વારા રૂઠેલા સુધરાઇ સભ્યને મનાવવા અથાગ પ્રયાસ હાથ ધર્યા હતા.