34 મિલકતો સીલ, 13 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ અને રૂા. 32.67 લાખની રિકવરી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 34 મિલ્કતો સીલ, 13 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 2 નળ કનેક્શન ક્પાત અને રૂા. 32.67 લાખની રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં-1 જામનગર રોડ પર આવેલ શીવ શક્તિ હાઇડ્રોલિક પ્રેસ 4-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.57 લાખ, જામનગર રોડ પર આવેલ પ્રથમેશ માર્બલ ગ્રેનેટી 1યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 61,983, જામનગર રોડ પર આવેલ નવદુર્ગા મોટર 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 61,983, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.34 લાખ, વોર્ડ નં-3માં પરાબજારમાં આવેલ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-122ને સીલ કરવામાં આવી હતી અને વોર્ડ નં-5 રણછોડનગરમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 60,000, પેડક રોડ મીરા પાર્કમાં શોપ નં-16 નોટીસ સામે રિકવરી રૂા.30,000, કુવાડવા મેઇન હાઇવે પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 97,000, વોર્ડ નં-7માં ભક્તિનગર પ્લોટમાં શેરી નં-7માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 11.00 લાખ, કોલેજવાડી એકતા એપાર્ટેમેન્ટમાં આવેલ ફોર્થ ફ્લોર- 401 નળ કનેક્શન ક્પાત, કોલેજવાડી નીલદિપમાં 1-નળ કનેક્શન ક્પાત, પંચનાથ પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.73 લાખ, વોર્ડ નં-10માં યુનિ.રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 47,173, વોર્ડ નં-11માં કાલાવાડ રોડ પર આવેલ પંજાબી ઢાબા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.06 લાખ, રામ પાર્ક મેઇન રોડ પર આવેલ સાગર કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટે ફ્લોર શોપ નં-1, શોપ નં-2, શોપ નં-3ને સીલ કરવામાં આવી હતી તેમજ વોર્ડ નં-15માં આજી ઓદ્યોગિક વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપવામાં આવ્યો, આજી ઓદ્યોગિક વિસ્તારમાં 2-યુનિટ સીલ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં-17માં અટીકા વિસ્તારમાં આવેલ યોગેશ્ર્વર સોસાયટી શેરી નં-6 ખોડીયાર ફાર્મ સીલ, વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર આવેલ સરદાર ઇન્ડ એરીયામાં 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 95,000, ઢેબર રોડ પર આવેલ ડાયનેમિક મશીન ટુલસના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 83,100, ઢેબર રોડ પર આવેલ ઓક્સી એન્જી. 1-યુનિટ સીલ, ઢેબર રોડ પર આવેલ બાલચામુંડા ઇન્ડ 1-યુનિટ સીલ કરવામાં આવી હતી અને કુલ 3,73,986 મિલ્કત ધારકોએ રૂા. 320.31 કરોડ વેરો ભર્યો હતો.