પ્રાંત અધિકારી દ્વારા તપાસ બાદ જ નિર્ણય લેવાની તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા પંથક જમીનોના કૌભાંડ માટેનું એ.પી સેન્ટર હોવાનું માનવામાં આવે છે છેલ્લા એક મહિનામાં જ ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે બોગસ ખાતેદારોને મામલો સામે આવ્યો હતો જે તુરંત બાદ જસાપર ગામે ગૌચર જમીનને ખાનગી ખાતે ચડાવી વર્ષોથી વાવેતર કરતા હોવાનું પણ સામે આવ્યું હતી જોકે આ બંને કૌભાંડમાં પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા તત્કાલીન પગલાં ભરી કાર્યવાહી આદરી હતી ત્યારે ફરી એક વખત જસાપર ગામે બોગસ ખાતેદાર થકી જમીન વેચાણ કરવાની નોંધ પડતાં સ્થાનિક જાગૃત નાગરિક રમેશભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી બોગસ ખાતેદાર હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો કે મામલે તપાસ કરતા ખેતી લાયક જમીનના પ્રીતિબેન પ્રજાપતિની વર્ષ 2020માં પોતે ધરણ કરેલ જમીનની નોંધ રદ થઇ હતી જોકે તે બાદ વર્ષ 2021માં અચાનક તત્કાલીન પ્રાંત અધિકારી ભાવેશ દવેના હુકમથી નોંધ મંજૂર પણ થઈ હતી.
- Advertisement -
પરંતુ આ સમયે ખેડા જિલ્લામાં પણ પ્રીતિબેન પ્રજાપતિ દ્વારા ખરીદ કરેલી જમીનમાં મૂળ ખાતેદાર નહિ હોવાથી નોંધ રદ થઇ હતી જે આજદિન સુધી મંજૂર કરવામાં આવી નથી ત્યારે આહી અચરજ પમાડે તેવી બાબત હતી કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં જે ખાતેદારને મૂળ ખેડૂત ખાતેદાર નહિ હોવાની વાતથી જમીન ખરીદીની નોંધ રદ કરાઇ હતી તેઓ માત્ર બે મહિનાના સમય ગલા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ખેડૂત ખાતેદાર દર્શાવી નામંજૂર થયેલ નોંધને મંજૂર કરાઇ હતી. બાદમાં હાલ પ્રીતિબેન પ્રજાપતિ દ્વારા જમીન વેચાણ અંગે 3356 નંબરની કાચી નોંધ પડતાની સાથે જ અગાઉના શંકાસ્પદ મામલે જાગૃત નાગરિક દ્વારા કરેલ રજૂઆતને લઈને પ્રાંત અધિકારી દ્વારા તપાસ આદરી હતી અને કાચી નોંધને યથાવત રાખી સમગ્ર તપાસ બાદ જ વેચાણની કાચી નોંધ અંગે નિર્ણય કા4બની શક્યતા સેવાઈ છે.



