અમદાવાદ 115, વડોદરા 42, સુરત 31, મોરબી 27, રાજકોટ 25, અમરેલી 12, કચ્છ 2 પોઝીટીવ કેસ
સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થઇ રહ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના આંક ઉંચો ચડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં નવા 301 પોઝીટીવ કેસ સામે 149 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.
- Advertisement -
રાજયમાં છેલ્લા ચોલીસ કલાક દરમિયાન નોંધાવેલા સતાવાર આંકડા જોતા અમદાવાદ 115, વડોદરા 42, સુરત 31, મોરબી 27, રાજકોટ 25, ગાંધીનગર 22, અમરેલી 12, બનાસકાંઠા-ભરૂચ 6-6, મહેસાણા 4, સુરેન્દ્રનગર 3, કચ્છ 2, પોરબંદર 2, ભાવનગર 1 મળી કુલ 301 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ 53, સુરત 15, મહેસાણા 16, રાજકોટ 20, અમરેલી 7 સહિત રાજયના જિલ્લા મળી કુલ 149 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયમાં હાલ 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1841 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજયનો પોઝીટીવ રેટ 98.99 ટકા નોંધાયો છે.
મોરબી જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો પણ લોકો દરકાર રાખતા નથી જેથી કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહયા છે ત્યારે સોમવારે મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હતું તેમાં એક જ દિવસમાં કોરોના 27 પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે. હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ સોમવારે મોરબી તાલુકામાં 20, મોરબી શહેરમાં 3, ટંકારા તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 2 કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના 120 એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.