ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ઇન્સ્પેકશન માટે મોરબી એસપી કચેરી ખાતે બે દિવસથી મુકામ કર્યો હતો જેમાં ગઈકાલે રેન્જ આઈજીએ મોરબી સહિત રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ કરી હતી અને મોરબી જિલ્લા સહિત પાંચેય જિલ્લાના ક્રાઈમની સમીક્ષા કરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ઇન્સ્પેકશન માટે બે દિવસથી મોરબી એસપી કચેરી ખાતે મુકામ કરીને ગઈકાલે તેઓએ રાજકોટ રેન્જ હેઠળના પાંચ જિલ્લાઓમાં મોરબી, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી અને પાંચેય જિલ્લાની ગુનાખોરીની સમીક્ષા કરી હતી. આ પાંચેય જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પાંચેય એસપી જોડાયા હતા અને રેન્જ આઈજી સમક્ષ આ એસપીઓએ પોતાના જિલ્લાના ક્રાઈમની વિગતો રજૂ કરી હતી.