ખાસ-ખબર સંવાદદાતા
ધી રાજકોટ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ ક્ધઝયુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ-અપના બજાર- રાજકોટની વાર્ષિક સાધારણ સભા તા. 24/9/2023ના રોજ મળી હતી. સંસ્થાના ચેરપર્સન નયનાબેન મકવાણા અને વાઇસ ચેરમેન વિક્રમસિંહ પરમારે 60મી વાર્ષિક સાધારણ સભાના ઉપસ્થિત સભાસદો સમક્ષ સંસ્થાનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. સંસ્થાના પરામર્શક કલ્ણકભાઇ મણીયારે સંસ્થાના વિકાસ માટેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નવનિયુક્ત ચેરમેન વિક્રમસિંહ પરમાર અને વાઇસ ચેરપર્સન ડો. જિજ્ઞાબેન પટેલને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી. આ તકે ડીરેક્ટરો મહેન્દ્રભાઇ શેઠ, અરવિંદભાઇ સોજીત્રા નટુભાઇ ચાવડા, પંકજભાઇ દેસાઇ, મહેશભાઇ કોટક, નયનાબેન મકવાણા, ફુલાભાઇ શીંગાળા, જયંતભાઇ ધોળકીયા, દિપકભાઇ ચાવડા, ભાગ્યેશભાઇ વોરાએ નવનિયુક્ત અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.