રહેણાંક જમીન પર પાર્ટીપ્લોટના બાંધકામ બાદ હવે કોમર્શિયલ કરવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા શહેરના ભગવત પાર્કના રહેણાક જમીન પર પાર્ટી પ્લોટનું મોટાભાગે બાંધકામ પૂર્ણ થયા બાદ હવે કોમર્શિયલ હેતુ જમીન કરવા માટે તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ એક તરફ જ્યારે પાર્ટી પ્લોટનું 80 ટકા બાંધકામ પૂર્ણ કરી બાદમાં હવે રહેણાક જમીનમાંથી કોમર્શિયલ કરવા માટેની જાતવીજ હાથ ધરતા આગાઉ કરેલ કોમર્શિયલ બાંધકામનું શું ? તેવો પ્રશ્ન પણ ઉદભવ્યો છે જોકે જમીન રેકર્ડના નિયમો મુજબ રહેણાક હેતુ જમીન પર કોમર્શિયલ બાંધકામ બાદ જમીનનો હેતુફેર થઈ શકતો નથી છતાં અધિકારીઓને મનામણા કરી પાછલા બારણેથી વહીવટીયો ખેલ પાડી રહેણાક જમીનને કોમર્શિયલ હેતુ ફેર બદલ કરવા માટેની તૈયારી શરૂ થઈ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે તેવામાં ધ્રાંગધ્રા પંથકમાં ટોપ ઓફ ધી ટાઉન બનેલા રહેણાક હેતુ જમીનમાં પાર્ટી પ્લોટ નિર્માણ કરી કોમર્શિયલ બાંધકામ કર્યા બાદ પણ જો આ જમીનમાં હેતુફેર થાય અને કોમર્શિયલનો હુકમ થાય તો જરૂર અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવી નિયમો વિરુધ હુકમ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું સ્પષ્ટ સાબિત થઈ શકે છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરનો હળવદ રોડ વિસ્તાર ઝડપથી વળતો વિસ્તાર છે જેથી અહીં જમીનોના ભાવ પણ આસમાને હોવાનું નજરે પડે છે ત્યારે આ વિસ્તારમાં અગાઉ ખેતી લાયક જમીનમાં રહેણાક હેતુથી બિનખેતી કરી આશરે 80 જેટલા પ્લોટ પડવામાં આવ્યા હતા અને સમયાંતરે કેટલાક પ્લોટ વેચાણ પણ થયા હતા જેમાં હળવદ રોડ ટચના ચારેક જેટલા પ્લોટ જે રહેણાક હેતુ હતા તેમાં વર્તમાન સમયે પાર્ટીપ્લોટ નિર્માણ થઈ રહ્યો છે જોકે આ પાર્ટી પ્લોટની મોટાભાગનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રહેણાક હેતુને કોમર્શિયલ પ્લોટમાં ફેરબદલ વગર જ અહીં પાર્ટીપલોટનું બાંધકામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું હતું પણ અહીં મજાની વાત તો તે છે કે પાર્ટી પ્લોટ નિર્માણ થયો ત્યાં સુધી તંત્રને પણ રહેણાક હેતુમાં કોમર્શિયલ બાંધકામ અંગેની જાણ ન હતી જે બાદ ખાસ ખબર દ્વારા અહેવાલ પ્રસિધ્ધ થતા અંતે પાર્ટી પ્લોટ બનાવનારા ભૂમાફિયાઓની ઊંઘ ઉડી હતી અને પાર્ટીપ્લોટનું બાંધકામ પૂર્ણ કર્યા પછી જાગેલા ભૂમાફિયાઓ હવે જમીનને રહેણાક હેતુમાંથી કોમર્શિયલ હેતુ ફેરફાર કરવા કવાયત શરૂ કરી છે જોકે જમીન રેકર્ડના નિયમો મુજબ કોઈપણ રહેણાક હેતુ પર બાંધકામ કર્યા બાદ તે જમીનને હેતુફેર થઈ શકે નહીં છતાં પોતાના રાજકીય લાગવગ અને રૂપિયાના જોરે હવે હેતુફેર કરવા માટેનો પ્રયાસ કરું કરી બંધ બારણે અધિકારીઓ સાથે બેઠક કરી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જો ખરેખર તો આ બાંધકામ કર્યા બાદ રહેણાક જમીનમાંથી કોમર્શિયલ જમીનનો હુકમ થવો લગભગ અશક્ય છે પરંતુ જો આ બાંધકામ છતાં કોમર્શિયલ અંગે ફેરબદલનો હુકમ થાય તો આ ઐતિહાસિક અને ભ્રષ્ટાચાર પૂર્ણ હુકમ થયો હોય તેમ સ્પષ્ટ કહી શકાય છે.



