વીર હમીરજી ગોહિલ ફિલ્મનાં અભિનેતાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા
ખાસ ખબર સંવાદદાતા
વિશ્ર્વ પ્રસિદ્ધ ઈતિહાસ કાળમાં સોમનાથ મહાદેવ મંદિરની રક્ષા કાજે સોમનાથની સખાતે ચઢેલ વીર હમીરજી ગોહિલના કથાનક ઉપર બનેલ ગુજરાતી ફિલ્મના અભિનેતા મૌલિક પાઠકે સોમનાથ મહાદેવના ભાવવિભોર ભકિત સાથે દર્શન પૂજન કર્યો હતા.તેમણે જણાવ્યું કે,ગુજરાતી ચિત્રોનું ભાવિ ઉતમ છે, સરકાર પણ હવે સર્જકોના સથવારે આવેલ છે.સ્કીપ્ટ ઉપર પણ નવા સર્જકો પુરેપુરૂ ધ્યાન આપી રહ્યા છે.સમગ્ર વિશ્ર્વમાં ફિલ્મ ઉધોગ મંદીમાં છે ત્યારે ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા સારી થઈ છે, જે આકર્ષણને કારણે બોલીવુડના કલાકારો પણ આમા કામ કરવા આવે છે.
વધુમાં કહ્યું કે,માસ્ટર ડીગ્રી સ્કુલ ઓફ પરફોમીંગ આર્ટસમાં એડમીશન લેવા ગયો તો મારે અન્ય શાખામાં જવુ તું પણ નાટકનુ રીહસલ જોઇ તેમા એડમીશન મેળવું લીધુ અને અભિનયમાં એવી એકાત્મકતા દાખવી કે સ્કુલના મારા સહ વિધાર્થીઓ નાટકના પાત્ર જોયા પછી મને યમરાજ સેવકરામના નામે જ બોલાવતા હતાં.
- Advertisement -
વીર હમીરજી ગોહિલ ફિલ્મને 22 એવોર્ડ મળ્યાં
વીર હમીરજી ગોહિલ મારા અભિનયવાળી ફીલ્મ 2012 મા રીલીઝ થઇ જેને ગુજરાત સરકાર ના 22 એવોર્ડ મળ્યા હતા,જે અત્યારે સુધી ગુજરાતી ચલચિત્રોને ગુજરાત સરકારના એવોર્ડમાં સૌથી વધુ છે. હિન્દી, ઉર્દૂ,સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, અંગ્રજી નાટકોમાં અભિનય કર્યો છે અને અભ્યાસ પણ કર્યો છે.જય કુબેર ભંડારી મારૂ પ્રથમ ગુજરાતી પીકચર હતુ,જેમા નરેશ કનોડીયા મુખ્ય પાત્રમાં હતા અને હું વિલન હતો.