ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
ચેક રિટર્ન કેસમાં સોગંદ ઉપર ખોટી માહિતી આપેલી હોય તે સંબંધે ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ કરવા નામદાર કોર્ટમાં અરજી કરતા ફરિયાદીને કેસ પરત ખેંચવાની ફરજ પાડી છે. રાજકોટના લક્ષ્મીવાડી શેરી નં. 2 વિસ્તારમાં રહેતા નીરજભાઈ વિરેન્દ્રભાઈ ગુસાણીએ મિત્રતાના દાવે લીધેલ ઉછીના રૂપિયા પરત આપવા ગીતાનગર મેઇન રોડ વિસ્તારમાં રહેતા અનિલભાઈ છોટુભાઇ સિમેજિયાને આપેલ ચેક રિટર્ન થતાં ફરિયાદી અનિલભાઈએ ચેક રિટર્ન સબબ રાજકોટ કોર્ટમાં કેસ કરેલ જેમાં ફરિયાદી અનિલભાઈએ નામદાર કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરતાં આરોપી નીરજભાઈના એડ્વોકેટ દ્વારા ગુનો દાખલ કરવાની અરજી આપતા ફરિયાદી અનિલભાઈ સિમેજિયાને કેસ પરત ખેંચવાની ફરજ પાડી હતી.
- Advertisement -
આ ફરીયાદની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી અને આરોપી વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધ હોય ફરિયાદીએ આરોપીને સંબંધના દાવે 50 હજાર ઉછીના આપેલ અને ત્યારબાદ આરોપીએ કટકે-કટકે ફરિયાદીને રૂપિયા પરત આપેલ અને બાકી રહેલ રૂા. 23,500/-નો આરોપીએ પોતાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ગુંદાવાડી શાખા, રાજકોટનો તા. 16-5-2022નો ચેક નં. 137705 આપ્યો હતો. સદરહુ ચેક ફરિયાદીએ પોતાની રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. ઉદ્યોગનગર શાખા, રાજકોટના ખાતામાં જમા કરાવતા ઙઅઢખઊગઝ જઝઘઙઙઊઉ ઇઢ ઉછઅઠઊછજ ના શેરા સાથે પરત ફરેલ હોવાથી ફરિયાદી અનિલભાઈએ આરોપી નીરજભાઈ વિરૂદ્ધ રાજકોટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંતર્ગત કેસ દાખલ કરેલો હતો.
ઉપરોક્ત કેસ દાખલ થતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને સમન્સ મોકલી કોર્ટમાં હાજર થવા હુકમ કરવામાં આવેલો હતો જેથી આરોપી તેમના એડ્વોકેટ હર્ષિલ પી. શાહ સાથે નામદાર કોર્ટમાં હાજર થયેલ અને કેસ ચાલવા ઉપર આવતા આરોપીના એડ્વોકેટ દ્વારા ફરિયાદીની ઊલટ તપાસ કરવામાં આવી હતી જેમાં મહત્વની સત્ય હકીકતો બહાર આવતા આરોપીના એડ્વોકેટ દ્વારા ફરિયાદીએ નામદાર કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરેલુ હોય તે અંગે ગુનો દાખલ કરવા અરજી કરેલી અને લેખિત તથા મૌખિક દલીલો કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રજૂઆત કરેલ અને ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરેલ જેથી ફરિયાદીને કોઈપણ રકમ લીધા વગર બિનશરતી કેસ વિથડ્રો કરવાની ફરજ પડેલી હતી.
આ કામમાં આરોપી નીરજભાઈ ગુસાણી વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્ર્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા, તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા રોકાયેલા હતા.