ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ થોડા દિવસ પહેલા ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને “ઉના થી ઓખા” સુધીની બસ શરૂ કરવા માટે રજુઆત કરી હતી. આ બસ શરૂ થવાથી ખાસ કરીને ઉના તાલુકાના માછીમાર ભાઈઓને ખુબ જ ફાયદાકારક રહેશે. ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડની આ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એ મંજુરી આપી. “ઉના થી ઓખા” આ નવા રૂટની બસ “વાયા – કોડીનાર, વેરાવળ, માંગરોળ, પોરબંદર, દ્વારકા” થી પસાર થશે. જેમનું આજરોજ ઉના એસ.ટી.બસ સ્ટેન્ડ મુકામે “ઉના થી ઓખા” નવા રૂટની બસનું ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ ના હસ્તે લીલીઝંડી આપી રીબીન કાપી અને શુભારંભ કરવામાં આવ્યું હતું. આ તકે ઉના એસ.ટી.ડેપો મેનેજર રાઠોડ સાહેબ, ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.