કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મોટા સોલાર પાર્કને હકિકતમાં પલટાવવા આ ભંડોળથી પોલાદી તાકાત મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (અૠઊક),એ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે અૠઊકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ કંપનીના પ્રમોટર્સને રુ. 9,350 કરોડ (ઞજઉ 1,125 મિલિયન સમકક્ષ)ની રકમ માટે સેબી ઈંઈઉછ નિયમનોની ગણતરીના આધારે શેરદીઠ રુ.1,480.75ના ભાવે પ્રેફરન્શિયલ વોરંટ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે. આ બાબત તા.18મી જાન્યુઆરી 2024 ના રોજ નિર્ધારીત અસાધારણ સામાન્ય સભા (ઊૠખ)માં નિયમનકારી અને વૈધાનિક સત્તાવાળાઓ તેમજ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે. આ ભંડોળનો ઉપયોગ ડિલિવરેજિંગ અને ઝડપી મૂડી ખર્ચ માટે કરવામાં આવશે.
આ સાથે હવે અૠઊક ચાલુ દાયકાના અંત સુધીમાં જેમાં 20.6 ગિગાવોટની બંધ ક્ષમતા સાથે 45 ગિગાવોટના નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરવા સંપૂર્ણ સજ્જ છે. ભારતના સંસાધન સમૃદ્ધ વિસ્તારોમાં બે લાખ એકર (40 ગિગાવોટથી વધુ ઉત્પાદન ક્ષમતાની સમકક્ષ) સુરક્ષિત જમીન અને વધારાની રુ.9,350 કરોડનીઇક્વિટીનું રોકાણ આ નિર્ધારિત લક્ષ્યને પૂર્ણપણે સિધ્ધ કરવા ભંડોળ પૂરું પાડશે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભારત રીન્યુએબલ એનર્જીમાં વૈશ્વિક અગ્રણી બનવાના ઉંબરે આવી ઉભું છે અને અદાણી ગ્રીન એનર્જી આ ક્રાંતિમાં મોખરે છે. સ્વચ્છ ઉર્જાનું આપણા રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવા માટે પણ એક સમાન ઉર્જા સંક્રમણ માટે અમે એક તરફ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને તબદીલ કરી રહ્યા છીએ તેની સાથો સાથ ઝડપી વિકાસ અને વિકાસ યોજનાને વેગ આપવા માટે અમે પોસાય તેવા હરીયાળા વિકલ્પોને તબક્કાવાર અપનાવી રહ્યા છીએ. આ ભંડોળ ઉમેરવા સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેની ઝડપી વૃદ્ધિના માર્ગને હાંસલ કરવા માટે વધુ સાનુકૂળ સ્થિતિ ધારણ કરી છે.
અગાઉ અદાણી ગ્રીન એનર્જી લિ.એ ગુજરાતના કચ્છના ખાવડા વિસ્તારમાં ભારતના સૌથી મોટા સોલાર પાર્કમાં 2,167 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટના નિર્માણની બાંધકામ સુવિધા માટે 8 આંતર રાષ્ટ્રીય બેંકો દ્વારા ઞજઉ 1.36 બિલિયનના ધિરાણની જાહેરાત કરી હતી. વધુમાં કંપનીએ ઞજઉ 1.425 બિલિયન ઇક્વિટી મૂડીની જાહેરાત કરી છે પ્રમોટર્સ દ્વારા પ્રેફરન્શિયલ ઇશ્યુ કરવાથી ઞજઉ 1.125 બિલિયન અને ટોટલેનેર્ગીએસ સાથેના સંયુક્ત સાહસ તરફથી ઞજઉ 300 મિલિયન અર્થાત ઞજઉ 3 બિલિયન જેટલો મૂડી રોકાણમાં વધારો થતા આ પ્રોજેકટને નિર્ધારીત આગળ લક્ષ્ય તરફ આગળ વધવામાં બળ મળશે.
લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારો, નાણાકીય સંસ્થાઓ અને બેંકો દ્વારા મળેલો જોરદાર સહયોગ આ પ્રોજેકટને મૂર્તિમંત કરવા માટે પ્રમોટર્સની સતત પ્રતિબદ્ધતામાં ભરોસો અને ઊંડો રસ દર્શાવે છે, જેણે 2030 સુધીમાં ભારતમાં 45 ગિગાવોટની નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાના અદાણી ગ્રીન એનર્જી લિ.ની લક્ષિત મહત્વાકાંક્ષાને હાંસલ કરવાના હોંસલાને બુલંદી પૂરી પાડી છે.
- Advertisement -
અદાણી ગ્રીનએ ટોટાલ એનર્જીસ સાથે સંયુક્ત સાહસ સંપન્ન કરી યુએસ ડોલર 300 મિલિયન ઉભા કર્યા
અદાણી ગ્રીન એનર્જી લિ.એ ટોટાલએનર્જીસ સાથે 1050 મેગાવોટનું સંયુક્ત સાહસ સંપ્પન કર્યું હોવાની આજે જાહેરાત કરી છે. આ સંયુક્ત સાહસના ભાગરુપે ટોટાલએનર્જીસે અદાણી ગ્રીનની પેટા કંપનીના પ્રોજેક્ટમાં 50% હિસ્સો હસ્તગત કરવા માટે યુએસ ડોલર 300 મિલિયનનું રોકાણ કર્યું છે. સપ્ટેમ્બર 2023માં અદાણી ગ્રીન એનર્જી લિ. અને ટોટાલએનર્જીસના સંયુક્ત સાહસ વચ્ચેના બંધન કરારની જાહેરાતના અનુસંધાનને જોડે છે . આ સંયુક્ત સાહસ 1050 મેગાવોટનો પોર્ટફોલિઓ ધરાવે છે જેમાં અગાઉથી કાર્યરત 300 મેગાવોટ ઉપરાંત નિર્માણ હેઠળની 500 મેગાવોટ અને 250 મેગાવોટની હાલ ભારતમાં પ્રગતિ હેઠળના સોૌર અને પવન ઉર્જા બન્નેના પ્રોજેક્ટની અસ્ક્યામતોનો સમાવેશ થાય છે. આ વ્યવહાર સાથે ટોટાલએનર્જીસએ અદાણી ગ્રીન એનર્જી લિ. સાથેના તેના વ્યૂહાત્મક જોડાણને ફરી ગાઢ બનાવવા સાથે 2030ના અંત સુધીમાં 45 ગિગાવોટની ક્ષમતાના લક્ષ્યને હાંસલ કરવા એક જોરદાર સમર્થન પુરું પાડ્યું છે.