અનેક ગરીબ પરિવારોને એક વર્ષ થયા છતાં હજુય મીટર મળ્યા નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને સહાય અને સુખાકારી માટેની યોજના અંગે જાહેરાત તો કરી દે છે પરંતુ તંત્ર આ યોજનાને શરૂ થતાં પહેલા જ પુર્ણવિરામ મૂકી આપે છે. આ પ્રકારની એક યોજના જે ગરીબોને વીજ મીટર આપવાની હતી જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો માટે માત્ર 100 રૂપિયામાં મીટરની સુવિધા આપવાની હતી જેથી કોઇપણ ગરીબનું ઝૂંપડું પણ અંધકારમાં ન રહે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં ગરીબોના ફોર્મ ભરી ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવી લીધા બાદ હવે સ્થાનિક પી.જી.વી.સી.એલ તંત્ર આ ગરીબ પરિવારોને ધક્કા ખવડાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં ગરીબ પરિબળો જેઓને પોતાનું મકાન નથી અથવા તો સરકારી જમીન પર ઝૂંપડું બાંધીને રહે છે તેવા પરિવારો માટે ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતગત 300ન સ્પેમ્પ પર સોગંધનામું અને જરૂરી પૂરવા સાથે એક ફોર્મ ભરીને સ્થાનિક નગરપાલિકા ખાતે આપી ફોર્મ સાથે 100 રૂપિયા પણ ભરાવ્યા હતા જે બાદ સ્થાનિક નગરપાલિકા દ્વારા આ તમામ ફોર્મને સ્થાનિક પી.જી.વી.સી.એલ કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેથી તમામ ગરીબ પરિવારોને તેઓના ક્રમાંક મુજબ વીજ મીટર આપી શકાય પરંતુ પી.જી.વી.સી.એલ કચેરી દ્વારા ગરીબ પરિવારોના ફોર્મ સ્વીકારી લીધાને આઠ મહિના કરતા પણ વધુ સમય થયો છતાં પણ હજુ સુધી વીજ મીટર ફાળવ્યા નથી આ તરફ જ્યારે અરજદારો પી.જી.વી.સી.એલની કચેરી ખાતે વીજ મીટર બાબતે જે છે
- Advertisement -
ત્યારે તેઓના ફોર્મ ગુમ થઈ ગયા હોય જે શોધીને આગળની કામગીરી થશે તેવો ઉડાવ જવાબ આપી દેવાય છે વળી ગરીબ પરિવારોને વીજ મીટર નહીં હોવાથી તેઓ ન છૂટકે કેટલાક અંશે ગેરકાયદેસર વીજ જોડાણ કરે છે અને પછી પી.જી.વી.સી.એલ દ્વારા દરોડા કરી તેઓને મનફાવે તેવો દંડ આપી પજવવાનું કાવતરું રચવામાં આવે છે ત્યારે વીજ મીટર વગર હવે આ ગરીબ પરિવારોને અંધારામાં રહેવા માટે ખુદ પી.જી.વી.સી.એલ મજબૂર કરતું હોય તેવો આક્ષેપ પણ પરિવારો દ્વારા કરવામાં આવ્યો છે.