50થી વધારે ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા:ઝાલેશ્ર્વર મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડીની આગેવાનીમાં રામદેવજી મહારાજની જન્મજયંતિ તથા ધ્વજારોહણ ઉત્સવ ભકિતભાવ તેમજ શ્રધ્ધાપૂર્વક ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ભાદરવા સુદ દશમના દિવસે કામનાથ મંદિર, ઘનશ્યામ પ્લોટ ખાતેથી શોભાયાત્રા નીકળી હતી અને કૃષ્ણનગર, નવા રામમંદિર, ગર્લ્સ હાઈસ્કુલ, ગાધી ચોક, સુભાષ રોડ, કાકા સેન્વીચ, ટાવર ચોક થઈને જાલેશ્વર મંદિરે સંપન્ન થઈ.જ્યાં સાંજે શુભ ચોઘડીયે રામદેવજી મહારાજનાં મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું.આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા તથા દર્શનનો લાભ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન પ્રમુખ દામજીભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, એમપીઈડીએના વાઇસ ચેરમેન જગદીશ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, સી ફૂડ એક્સપોર્ટ એસો.ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજીયનના પ્રેસિડેન્ટ કેતનભાઈ સુયાણી અને તેમની ટીમે જહેમત ઉઠાવી.દરમિયાન ખારવા સમાજના આગેવાનોનું હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો,સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા વિવિધ જગ્યાઓએ સ્વાગત કરવામાં આવ્યું.