ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર-વઢવાણ ભોગાવો નદી શાપીત છે. પરિણામે તેમાં પાણી રહેતું નથી. ચોમાસામાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થાય ત્યારે ભોગાવો બે કાંઠે વહે છે. તે વખતે નદીમાં પાણી તીવ્ર વેગે વહેતું હોય છે. આ વહેતા પાણી સાથે ઝાડી-ઝાંખળા સહિતનો કચરો પણ આવે છે. પટમાં જ્યાં જગ્યા મળે ત્યાં ઠહેરાઇ જાય છે.
બીજી તરફ જીઆઈડીસીના કારખાનાઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પણ ભોગાવાના પટને પ્રદૂષિત કરે છે. ભોગાવોમાં દુર્ગંધ મારતા પાણીના ખાબોચીયા બારે માસ ભરેલા રહે છે. કારખાનાઓમાંથી છોડતા કેમિકલયુક્ત પાણી પ્રશ્ને જવાબદાર તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાની રાવ ઊઠી છે. આ નદી જ્યાં જુવો ત્યાં ગંદકી, બાવળો તેમજ ગંદા પાણીથી ઉભરાયેલી જોવા મળી રહી છે. ત્યારે નવું વર્ષ શરૂ થાય તે પહેલા જિલ્લા સાથે શહેરની શાન સમાન ભોગાવો નદીની સાફસફાઇ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.



