ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાનું નામ રોશન કરતી એક ગૌરવસભર ક્ષણ આવી પહોંચી છે. મોરાણા ગામના યુવા પ્રતિભાશાળી અને શિક્ષિત યુવાન મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા આજે લોકપ્રિય જ્ઞાનવર્ધક શો “કૌન બનેગા કરોડપતિ” (KBC) ના હોટસીટ પર બેસીને પોતાના જ્ઞાનનો પરિચય આપશે. મિલનસિંહ જેઠવા હાલ ગોસા (ઘેડ) ગામ પંચાયતના તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા શ્રેષ્ઠતા હાંસલ કરતા રહ્યા છે. તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર પોરબંદર અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે. અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર મોરાણાનો દીકરો KBC, જે ભારતભરના જ્ઞાનપ્રેમી લોકોને તેમના શિક્ષણ અને પ્રજ્ઞા માટે એક મંચ પૂરું પાડે છે, તેવા પ્રખ્યાત શોમાં આજે મિલનસિંહ જેઠવા બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર દેખાશે. આજની ખાસ રાત્રે સોની ટીવી અને સોની લીવ એપ પર રાત્રે 9:00 વાગ્યે, પોરબંદરનો આ યુવાન કેટલી મોટી રકમ જીતે છે અને કેટલી દૂર સુધી પ્રગતિ કરે છે, તે જાણવા માટે તમામ પોરબંદરવાસીઓ આતુર છે.
- Advertisement -
ગામમાં આનંદનો માહોલ, લાપસીના આંધણ મૂકાયાં!
મિલનસિંહની આ સિદ્ધિ પર મોરાણા ગામ અને સમગ્ર પોરબંદર જિલ્લામાં આનંદની લહેર છે. ગામમાં તેમના પરિવાર અને સગાસંબંધીઓએ લાપસીનું વાનગીઓ બનાવી હર્ષ વ્યક્ત કર્યો છે. મિલનસિંહના મામા ભરતસિંહ જાડેજા અને અન્ય સગાસંબંધીઓએ તેમને પ્રોત્સાહન પાઠવ્યું છે અને પોરબંદરજનોને આજે રાત્રે ઊંઇઈનો એપિસોડ નિહાળવા માટે અનુરોધ કર્યો છે.
જાણો KBCમાં કઈ પળે જીતશે કરોડો?
આજના રાત્રે 28 જાન્યુઆરી, 2025 ના મંગળવાર ના રોજ સોની ટીવી અને સોની લીવ પર LIVE ટેલીકાસ્ટ થશે. મોરાણાના દીકરા મિલનસિંહ જેઠવાના જ્ઞાન અને હોશિયારીને પ્રત્યક્ષ જોવા માટે તમામ પોરબંદરવાસીઓ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ હશે!