ખાસ-ખબર સંવાદદાતા
મોંઘા ટામેટાંથી લોકોને સતત રાહત મળી રહી છે. સરકાર દ્વારા 40 રૂપિયે કિલોના ભાવે ટામેટાનું વેચાણ થયા બાદ છૂટક બજારમાં પણ આવકમાં વધારો થતાં ભાવમાં રાહત છે. આની અસર એ છે કે છૂટક બજારમાં કિંમત ઘટીને 50-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દરમિયાન, સરકાર દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી દર સામાન્ય સ્તરે નહીં આવે ત્યાં સુધી સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ ચાલુ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ટેમેટાના ભાવ હાલ કિલેનો 69 રૂપિયા છે.
ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે દેશભરના છૂટક બજારમાં ટામેટાંનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, “હાલમાં, દેશભરના છૂટક બજારોમાં ટમેટાના ભાવ 50-70 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે.” તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નવા પાકની આવક વધવાને કારણે ભાવ નીચે આવવા લાગ્યા છે.
- Advertisement -
સબસિડીવાળા દરે ટામેટાંના વેચાણ અંગે સચિવે જણાવ્યું હતું કે છૂટક કિંમતો સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર તેને પસંદગીના રાજ્યોમાં સબસિડીવાળા ભાવે વેચવાનું ચાલુ રાખશે. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ભાવમાં નરમાઈ વચ્ચે સહકારી મંડળીઓ ગઈઈઋ અને ગઅઋઊઉએ 20 ઓગસ્ટથી 40 રૂપિયા પ્રતિ કિલોના નીચા દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. ગયા મહિનાથી, નેશનલ કોઓપરેટિવ ક્ધઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (ગઈઈઋ) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ગઅઋઊઉ) ટામેટાંના ભાવ વધારાને રોકવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલય વતી સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરે છે. . શરૂઆતમાં, સબસિડીનો દર 90 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો હતો. બાદમાં ભાવમાં ઘટાડો થતાં તેની કિંમતમાં પણ ઘટાડો થયો હતો. સ્થાનિક પુરવઠો વધારવાની સાથે નેપાળથી ટામેટાંની પણ આયાત કરવામાં આવી રહી છે.