દુબઈમાં એક ભારતીય મહિલા 24 કેરેટ સોનાના વરખવાળી ચા ચાંદીના કપમાં પીરસે છે
જો તમને પૂછવામાં આવે કે એક કપ મસાલા ચા માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો કદાચ તમે કહેશે કે 10 રૂપિયા કે પછી 30 રૂપિયા. કદાચ તમે કોઈ મોંઘા કેફેમાં જાવ તો તમને એક કપ ચા 100, 200 કે 300 રૂપિયામાં મળશે. પરંતુ જો તમને કહેવામાં આવે કે દુબઈમાં એક કેફેમાં એક લાખ રૂપિયાની ચા મળે છે તો તમને કદાચ વિશ્વાસ નહીં થાય.
- Advertisement -
આ ચા કોઈ સ્પેશિયલ બગીચાની ચા નથી કે તેના માટે આટલી તગડી કિંમત વસૂલવામાં આવે છે. આ ચાની કિંમત તેને જે રીતે પીરસવામાં આવે છે તેની છે. હકીકતમાં આ ચાને શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે અને તેના પર 24 કેરેટ ગોલ્ડનું વરખ હોય છે. સૌથી ખાસ વાત એ છે કે આ ચા જે કેફેમાં વેચાય છે તેના ઓનર ઈન્ડિયન છે.
View this post on Instagram
સુચેતા શર્મા દુબઈમાં બોહો કેફે ચલાવે છે અને તેઓ ‘ગોલ્ડ કારક’ ચા દ્વારા પોતાના કસ્ટમર્સને અનોખો અનુભવ પૂરો પાડે છે. ગત મહિને જ DIFCના એમિરેટ્સ ફાઈનાન્સિયલ ટાવર્સમાં આ કેફે શરૂ થયું છે અને એક મહિનાની અંદર જ તેની આ સ્પેશિયલ ચા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 24 કેરેટ સોનાનો વરખ ધરાવતી ચા પીવા માટે તમારે યુએઈના 5000 દિરહામ એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે ગણતરી કરીએ તો 1.1 લાખ રૂપિયા ખર્ચવા પડશે. ચા ઉપરાંત બોહો કેફેમાં ગોલ્ડ કોફી પણ આટલી જ કિંમતે ઉપલબ્ધ છે.
- Advertisement -
ગોલ્ડન ચા અને કોફી બંને ગોલ્ડ-ડસ્ટેડ ક્રોસન્ટ અને ચાંદીના કપમાં આવે છે. ચા-કોફી પીધા બાદ તેઓ તેમની સાથે લઈ જઈ શકે છે. જોકે, જે કસ્ટમર પોતાના ખીસ્સાને આટલું હળવું કર્યા વગર ગોલ્ડન ટીનો સ્વાદ ચાખવા ઈચ્છતા હોય તેમણે યુએઈના 150 દિરહામ એટલે કે અંદાજીત 3500 રૂપિયા ચૂકવવા પડશે.