ટાઉન પ્લાનિંગ શાખાની વોર્ડ નં.14 અને 17માં કાર્યવાહી
કરોડોની કિંમતની 873 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખાએ વોર્ડ નં. 14 અને વોર્ડ નં. 17માં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 9 મીટર ટીપી રોડ ખુલ્લો કરવા સહિતના હેતુથી કુલ 12 ગેરકાયદે મકાન અને દુકાનનું દબાણ દૂર કરી કરોડોની કિંમતની 873 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી હતી. આ ડિમોલીશનની કામગીરીમાં સેન્ટ્રલ ઝોન કચેરીના ટાઉન પ્લાનીંગ શાખાના તમામ સ્ટાફ, રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, બાંધકામ શાખા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ જોડાયો હતો.