ખાસ-ખબર સંવાદદાતા
ઉનાના ખાપટ ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ થોભણ બારડ એ 4 માસ પહેલાં ખાપટ પોસ્ટ ઓફીસમાં આવતા સરકારી નાણાં તેમજ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતાં જુદા જુદા ખાતેદારની બચતના પૈસા ઉધરાવી રૂ. 12 લાખ 49 હજાર 818 ની રકમની ઉચાપત કરી ખાતેદારના ખાતાઓ ફોર્મમાં ખોટા સહી સીક્કા ઓળખ આપીને ફુલેકું ફેરવ્યું હતું.
આ બાબતે મુખ્ય પોસ્ટ અધિકારીઓને રજુઆત કરવામાં આવતા એ વખતે ભારે રોષ ફેલાયો હતો. આખરે આ બાબતે ખાપટ ગામના પોસ્ટ માસ્ટર સામે ઉના પોલીસ અધિકારીએ ગુન્હો દાખલ કરવામાં આવ્યા હતો. ઉના પોસ્ટેમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી બી જાડેજાની તપાસ દરમ્યાન દિપક કિષન યાદવ સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર ઉના પોસ્ટ ઓફિસરએ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ વિગત અનુસાર ઉનાના ખાપટ ગામે પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ થોભણ બારડ રે. ડોળાસા તા. કોડીનાર વાળાએ પોતાની ફરજ દરમિયાન કુલ રકમ રૂ. 12 લાખ 49818 ની રકમ બનાવટી સહી સીક્કા કરીને ઓળખ સાક્ષી ખોટા ઉભા કરી સત્તાનો દુર ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે ખોટા દસ્તાવેજ ઊભા લોકો સાથે વિશ્વાસઘાત કરી નાણાકીય ઉચાપત કરેલ અને નાસી ગયેલ હતો. આ બાબતે ઉના પોલીસ ચાર માસની શોધખોળ બાદ આ ફરજ મોકુફ કરાયેલા ખાપટ ગામના ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર દિવ્યેશ થોભણ બારડની પોલીસે તપાસમાં સહકાર નહી આપીને નાણાં વાપરી ગયો હોવાનું કોઈ પણ આધાર પુરાવા વગર જમા કરાવ્યા અંગે તેમજ બનાવટી ડોક્યુમેન્ટ સહિતના સાહીત્ય બાબતે જવાબ નહિં આપતાં ઉના પોલીસ એ આ પોસ્ટ માસ્ટર પાસે નાણાકીય વસુલાત બનાવટી ઉભા કરેલાં સાહિત્ય અને પોસ્ટ ઓફિસમાં અન્ય ખાતેદાર ખેડુત શ્રમીક પરીવારના ખાતાં માંથી વધુ રકમની ઉચાપત થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવા ઉના એ ડી ચિફ જયુડી મેજીસ્ટ્રેટ કોર્ટમાં દશ દિવસની રીમાન્ડની માંગણી સાથે રજુ કરેલ છે.
બે લાખ ફુલેકું ફેરવી નાસી ગયેલો ખાપટ ગામનો પોસ્ટમાસ્ટર ઝડપાયો
