ગુજરાતમાં દિપડાની વસ્તીમાં છેલ્લા છ વર્ષમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે અને સંખ્યા 2000 થી અધિક હોવાનો પ્રાથમીક અંદાજ મુકવામાં આવ્યો છે. રાજયમાં દિપડાની વસતી ગણતરીપૂર્ણ થઈ છે. વસતીની સતાવાર જાહેરાત હવે પછી થનાર છે છતા વન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે કુલ સંખ્યા 2000 જેવી હોઈ શકે છે.
2016માં વસ્તી 1395ની હતી. આંકડામાં 10 ટકા આસપાસનો ફેરફાર રહી શકે છે. વન વિભાગનાં સુત્રોએ કહ્યું કે 40 ટકા દિપડા માનવ વસાહતની આસપાસ જ જોવા મળ્યા છે. તેના કારણે વસતી વધારાની માનવ પ્રાણી વચ્ચે ઘર્ષણનાં બનાવો વધવાનું જોખમ વધી ગયુ છે. 2016ની વસ્તી ગણતરી વખતે દિપડાની સંખ્યામાં પાંચ વર્ષમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો.
સમગ્ર દેશમાં દિપડાની સંખ્યા 12852 અંદાજવામાં આવી રહી છે જે 2014 માં 7910 હતી. વન વિભાગનાં એક સીનીયર અધિકારીએ ક્હયું કે સૌથી વધુ દિપડા સૌરાષ્ટ્રમાં છે. છતા રાજયનાં તમામ જીલ્લામાં જોવા મળે છે.2016 માં 1395 ની વસતી હતી તેમાંથી 450 જુનાગઢ તથા ગીત સોમનાથમાં હતા તે હવે, વધીને 750 થયા હોવાનો અંદાજ છે. ગીર ક્ષેત્રમાં દિપડાની સંખ્યા વધુ છે.ગીરમાં સાવજોને કારણે દિપડા વધુ છે.
કારણ કે સાવજો શિકાર કરીને ખોરાક મુકી દે છ તે તૈયાર ભાણુ દીપડાને મળી જાય છે. આ ઉપરાંત દિપડાઓને ભાવતો ખોરાક જાનવર ગીરમાં મોટી સંખ્યામાં છે. સુત્રોએ કહ્યું કે કુલ વસતીનાં 25 ટકા દિપડા દક્ષિણ ગુજરાતમાં છે.આ ક્ષેત્રમાં શેરડીનાં વાડા હોવાથી દિપડાને રહેવામાં સાનાકુળ છે. છેલ્લા બે વર્ષમાં 370 દિપડાના મોત નીપજયા છે.