મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે આજે પહેલા ચરણનું મતદાન 17 નવેમ્બરમાં યોજાનાર છે. ચુંટણી નજીક આવતા ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. ચુંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી પહેલીવાર આજે દમોહમાં પધાર્યા છે. જેને લઇને ઇમલાઇ ફૈકટ્રીની પાસે 50 એકર જમીનને સાફ કરીને સભા સ્થળ, ત્રણ હૈલીપેડ અને વાહન પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સભા સંબોધનમાં તેમણે કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ક્યારેય ગરીબી દૂર થઈ નથી. કારણકે કોંગ્રેસના નેતાઓની નિયત સારી નથી. અમીર વધારે અમીર બન્યા છે અને ગરીબ વધારે ગરીબ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મારો ત્રીજો સેવાકાળ શરૂ થશે ત્યારે હું ભારતીય અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહીશે. મારી ગેરંટી દેશના ખજાના ખાલી કરવાની નથી.
- Advertisement -
दमोह की पावन धरा पर मिला लोगों का अद्भुत स्नेह! pic.twitter.com/C5t32CYHJw
— Narendra Modi (@narendramodi) November 8, 2023
- Advertisement -
ખડગે રિમોર્ટથી ચાલી રહ્યા છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજના સમયે કોંગ્રેસથી સૌથી વધુ સાવધાન રહેવું જોઇએ. કોંગ્રેસ એ પાર્ટી છે. જે ગરીબના હકનો પૈસો પણ છીનવી લે છે. એક સમાજને બીજા સાથે લડાવીને ખુરશીનો કબ્જો કરવાનો ખેલ કરે છે. કોંગ્રેસ માટે દેશ અને રાજ્યનો વિકાસ જરૂરી નથી. તેમના માટે ફક્ત પોતાનો સ્વાર્થ જરૂરી છે. આ સમયે દેશના વડાપ્રધાન રિમોટથી ચાલતા હતા, હવે કોંગ્રેસના અધ્યક્ષ રિમોટથી ચાલી રહ્યા છે. તેઓ કંઇપણ કરી શકતા નથી. નામ માત્રના જ તેઓ છે. ક્યારેક-ક્યારેક અધ્યક્ષ પોતાના જ મૂડમાં આવી જાય છે. કાલે તેમણે પાંડવોને યાદ કર્યા હતા. જયારે રિમોટ ચાલે છે ત્યારે તેઓ સનાતનની ગોળી આપે છે. જયારે રિમોટ બંધ હોય છે, ત્યારે પાંડવોને યાદ કરે છે. મને ગર્વ છે કે અમે પાંડવોની રાહ પર ચાલી રહ્યા છીએ.
कांग्रेस से आपको सावधान रहना है, क्योंकि वो नहीं चाहती कि गरीब के बच्चे पढ़ें और आगे बढ़ें। pic.twitter.com/MYQhDW5f9w
— Narendra Modi (@narendramodi) November 8, 2023
કોંગ્રેસનો અર્થ જ નુકસાની છે- વડાપ્રધાન મોદી
નોટબંધીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે લોકો નોટના ગાદલા પર સુતા હતા તેઓની ઉંઘ ઉડી ગઇ હતી. મને ભ્રષ્ટાચાર વિરૃદ્ધ મોટી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ મને બહુ ગાળો આપે છે. જે મને ગાળો આપે છે, તે તમામ લોકો કોઇને કોઇ કૌભાંડ સાથે સંકળાયેલા છે. પરંતુ આ લોકો જેટલી ઇચ્છે એટલી ગાળો આપે પરંતુ ભ્રષ્ટાચાર વિરૃદ્ધ કાાર્યવાહી રોકવામાં નહીં આવે.
#WATCH | PM Modi during a public rally in Damoh, Madhya Pradesh says, "In Chhattisgarh, there is betting and in Rajasthan, there is a 'red diary' of misdeeds of Congress. …Congress means 'barbaadi ki guarantee'…In Karnataka and Himachal Pradesh, Congress made a series of… pic.twitter.com/ga5T04EGl4
— ANI (@ANI) November 8, 2023
તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષ મધ્યપ્રદેશના લોકો માટે કેન્દ્ર સ,રકારે હજારો કરોડ રૂપિયા મોકલ્યા છે, પરંતુ અહીં અમારી સરકાર નથી. જો કોંગ્રેસ સરકાર ફરી આવી ગઇ તો, 85 ટકા કમીશન તો નક્કી જ છે. કોંગ્રેસ ફરી મધ્યપ્રદેશને બિમાર રાજ્ય બનાવી દેશે. યુવાઓએ કોંગ્રેસથી સાવધાન રહેવું જોઇએ. ભાજપનો લક્ષ્ય ગરીબોનો વિકાસ કરવાનો છે. કોંગ્રેસને તક મળી તો છત્તીસગઢમાં સટ્ટા અને રાજસ્થાનમાં લાલ ડાયરી છે. આ ચુંટણી ફક્ત વિધાયક પસંદ કરવાની નથી, પરંતુ વિકાસને પસંદ કરવાની છે. આજે એમપી ટોપના 5 ઔદ્યોગિક રાજયોમાં પહોંચ્યું છે.