શનિવારે હત્યાના એક મુખ્ય અને ત્રણ મદદગારી કરનારને ઝડપી લીધા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
થાનગઢ ખાતે નવા વર્ષની શરૂઆત સાથે જ ત્રીપલ હત્યાની ઘટના સામે આવી હતી જેમાં પરિણીતા સાથે મૈત્રી કરાર કરનાર ભાવેશભાઈ કોળી અને તેઓના પિતા ઘૂઘાભાઈ કોળી પોતાની વાડીએ રાત્રીના સમયે સૂતા હોય ત્યારે કેટલાક શખ્સો દ્વારા છરી અને લાકડી વડે હુમલો કરી પિતા પુત્રનું ઢીમ ઢાળી દીધું હતું આ તરફ પિતા પુત્રની હત્યાને લઈને થાનગઢ પંથકના ચકચાર મચી ગયો હતો સાથે જ હત્યા સમયે મૃતક ભવેશભાઈના માતા અને ઘુઘાભાઈના પત્નીને પણ પેટના ભાગે છરી વડે ઈજા પામી હતી જેથી તેઓને તાત્કાલિક રાજકોટ ખાતે ખસેડાયા હતા પરંતુ એક દિવસ બાદ તેઓનું પણ મોત નીપજ્યું હતું
- Advertisement -
જેથી ડબલ મર્ડરનો બનાવ ટીપલ મર્ડરમાં પરિણમ્યો હતો. આ તરફ સ્થાનિક પોલીસ અને ડી.વાય.એસ.પી ટીમ દ્વારા હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરતાં શનિવારે મુખ્ય આરોપી જેશભાઇ નરશીભાઈ સાપરાને ઝડપી પૂછપરછમાં અન્ય ત્રણ ઈસમો હથિયાર આપવા અને વાહનની મદદગારી કરવામાં હોવાથી કેશાભાઇ ઘેલાભાઈ ઝાલા, રમેશ ઉર્ફે રંગો વેલભાઇ કટોડીયા અને દેવશી વેલાભાઇ સોલંકી સહિત કુલ ચાર શખ્સોને ઝડપી પાડયા હતા જે બાદ રવિવારે હત્યામાં સંડોવાયેલા વધુ બે શખ્સો દિનેશ સુખાભાઈ અને દિનેશ નરશીભાઈ સાપરાને ઝડપી પડ્યા હતા આ બંને ઇસમોને ઝડપી લઇ થાનગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.