ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ ફરવા આવેલ દેવભૂમિ દ્વારકાના પ્રકાશભાઇ રાજુભાઇ ચૌહાણનું પર્સ કયાંક રિક્ષામાં અથવા અન્ય જગ્યા પડી ગયું હતું જેમાં રૂ.1,500 રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પર્સ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત બે કલાકમાં શોધી મૂળ માલિકને પરત કરતા પ્રકાશભાઈએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ ભવનાથ ફરવા આવેલા વ્યક્તિનું પર્સ ખોવાતા પોલીસે શોધી પરત આપ્યું
