ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના નિવાસ સ્થાને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના તમામ પોલીસ અધિકરીઓ દ્વારા રંગે રંગાયા હતા અને એસપી હર્ષદ મેહતાએ એકબીજા સાથે રંગે રમીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી જેમાં પોલીસ કર્મી સહીત પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ પરિવાર દ્વારા લોકોને ધુળેટી પર્વની શુભ કામના પાઠવી હતી ત્યારે જિલ્લામાં શાંતિ પૂર્ણ વાતાવરણમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી લોકોએ કરી હતી અને રંગ બે રંગી કલરો સાથે ભવ્ય રીતે ધુળેટી પર મનાવામાં આવેલ.