બગાસું ખાતા પતાસું મળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલા એક્સીસ બેન્કમાં સોમવારે વહેલી સવારે એટીએમમાં શંકાસ્પદ રીતે એક વ્યક્તિ દેખાયો હતો જે એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી પોલીસે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા શંકાસ્પદ વ્યક્તિ એટીએમમાંથી પૈસા ઉપાડવા આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે શંકાસ્પદ વ્યક્તિને સાથે રાખી એટીએમ ચેક કરતા એટીએમ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું જેથી પોલીસે શંકાના આધારે આરોપીને ઝડપી લીધો હતો તેમજ બેંકના મેનેજરને ઘટનાની જાણ કરતા બેન્કના સીસીટીવી કેમેરામાં શખ્સની શંકાસ્પદ હરકત નજરે પડતા બેંક મેનેજરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેની અટકાયત કરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.