તાંત્રિક વિધિ જાણતો હોય અને લોકોમાં ભયનો માહોલ ફેલાવતો હતો આ યુવક
ખાસ-ખબર ન્યૂઝ ધોરાજી
ધોરાજી શહેરના નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં તાંત્રિક વિધિ કરતો હોય અને સ્મશાનમાં રહેલા અગ્નિદાહના ખાટલા પર બેસી એક યુવક ધુણતો હોય તેઓ વિડિયો છેલ્લા દિવસોથી વાયરલ થયો હતો જેમાં આ વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે ભય અને તાંત્રિક વિધિ ને લઈને ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ વાયરલ વિડીયો ધ્યાને આવતા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ આર જે ગૌતમ તેમજ સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને ધ્યાને લઈ યુવકની શોધખોળ અને આ મામલે તપાસ શરૂ કરી યુવકને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો હતો જેમાં યુવક સ્મશાનના ખાટલા પાસે વિધિ કરતો હોય તેવો વિડીયો હતો અને આ સાથે જ સ્મશાનમાં લોકોને જે ખાટલા પર અગ્નિદાહ દેવામાં આવે છે તે ખાટલા પર બેસી ધૂણી રહ્યો હોવાનો વિડિયો છેલ્લા ઘણા દિવસોથી વાયરલ થતા આસપાસના પંથકમાં તેમજ ધોરાજી શહેરમાં ભારે ભાઈનો માહોલ ફેલાયો હતો જેને લઇ ધોરાજી પોલીસે ટેકનિકલ સ્ટોર તેમજ તપાસના ધમધમાટ શરૂ કરી યુવક જે વીડિયોમાં દેખાતો હતો તે અશ્વિન ગોપાલભાઈ મકવાણા નામનો ધોરાજી શહેરમાં રહેતો યુવક હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ ધોરાજી સિટી પોલીસે આ યુવકની અટકાયત કરી તેમની સામે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ સાથે જ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય બંધારણની મૂળભૂત ફરજોમાં ઉલ્લેખિત કલમ 51(ક) મુજબ તમામ નાગરિકોએ વૈજ્ઞાનિક માનસ, માનવતા વાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ તેવું જણાવ્યું છે.